JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો સાથે મહત્તમ મતદાન માટે MOUs કરવામાં આવ્યાં

કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ શ્રમયોગીઓ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવા ઉદ્યોગકારોને કર્યો અનુરોધ

જૂનાગઢ તા.૨૦ રાજ્યકક્ષાની જેમ જૂનાગઢ જિલ્લામાં પણ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો સાથે MOUS કરવામાં આવ્યાં છે. ખાસ કરીને  શ્રમયોગીઓ લોકશાહીના મહાપર્વમાં મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બને તે માટે સવિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રીય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રીયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી રાજ્ય કક્ષાની જેમ જિલ્લા કક્ષાએ પણ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા GIDC એસોસિએશન તથા જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો જેવા કે, ઓસ્ટિન એન્‍જિનીયરીંગ લી. પાટલા, મેક્સ પ્રીસીઝન બેરિંગ્સ પ્રા.લી., જૂનાગઢ, ગદરે મરીન એક્સ્પોર્ટ પ્રા. લી. ચોરવાડ તથા જૂનાગઢ ડેરી સાથે મતદાર જાગૃતિ અંગેના MOUs સાઇન કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સંસ્થાના જવાબદાર વ્યક્તિઓને મોટી સંખ્યામાં શ્રમયોગીઓ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો હતો. તથા યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!