AHAVADANGGUJARAT

સાપુતારા માર્ગનાં કુંડા ફાટક પાસે આઈસર ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું મોંત જ્યારે બીજો ગંભીર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈથી સાપુતારાને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં કુંડા ફાટક પાસે એક આઇસર ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતાં અક્સ્માત સર્જાયો હતો.જે અક્સ્માતમાં મોટરસાયકલ પર સવાર યુવકનું મોત નિપજ્યુ હતુ.અને એકને ઈજા પહોંચી હતી.ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના કુમારબંધ ગામના  રતનભાઈ દેવસિંગભાઈ પવાર (ઉ.વ.37) પોતાની હવાલાની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં.GJ -30- E- 4321 પર મહેશભાઈ સાથે કુંડા ફાટકથી ઘરે કુમારબંધ ગામ જઈ રહ્યા હતા.ત્યારે સાપુતારા તરફથી આઈસર ટેમ્પો રજી. નંબર MH.15.5727નાં ચાલકે પોતાના હવાલાની આઈસર ટેમ્પો પુરઝડપે ગફલત ભરી રીતે રોંગ સાઈડમાં હંકારી લાવી આ રતન પવારની મોટર સાયકલને ટક્કર મારી દેતા અક્સ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં  રતનભાઈ દેવસિંગભાઈ પવારને શરીરે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતુ.સાથે મોટર સાયકલ પર પાછળ બેસનાર મહેશભાઈ કાશીરામભાઈ ભોયેને શરીરે ડાબા પગે ફેક્ચર તથા જમણા હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આઇસર ચાલક અકસ્માત કરી નાસી છૂટયો હતો.આ અકસ્માતને લઈને વઘઈ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!