KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ:-ગોધરા શહેરની પાંચ વર્ષ ની નાની ઉમરે માસુમ બાળકી એ રોઝો રાખી ખુદાની ઇબાદત કરી.

તારીખ ૨૭/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે.મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોઝા રાખી રહ્યા છે. અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યા થી ખાવાપીવાનું બંધ કરીને સાંજ ના સાત વાગ્યા પછી ખાઈ પી શકાય છે આમ ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું એટલે કે રોઝો ધણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા બનાવ પણ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસ નુ રોઝો રાખે છે હાલમા ગોધરા અસદ અલીયા ની પુત્રી (૫) પાંચ વર્ષની ઉંમરે ફાતેમા અલીયા એ ધગધગતા તડકામાં ૧૪ કલાક સુધી રોઝો રાખી ને ખુદાની બંદગી કરી ઈમાન નુ સબુત પેસ કર્યું હતું ત્યારે ફાતેમા એ વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે ઈફતાર કર્યો બાદ જ ખાધું પીધું હતુ અને આમ ખુબ નાની ઉમરે ખુદાને રાજી કરવા આખુ રોઝુ રાખ્યું હતું ત્યારે સાદીકભાઇ સીંધી એ પોતાની પાંચ વર્ષીય નવાસી ફાતેમા ને શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!