તા.૨૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: આગામી લોકસભા ચૂંટણીમાં રાજકોટ જિલ્લાના જન-જનની ભાગીદારી રહે તે માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદારો જાગૃત થઈ મતદાનની નૈતિક ફરજ બજાવે તે માટે જાગૃતિલક્ષી કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને સરકારી હાઈસ્કૂલ જામકંડોરણા ખાતે બેનર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના ધો. ૯ તથા ૧૧ના વિદ્યાર્થીઓ દ્રારા ઈ.વી.એમ, મતદાન અંગેના સૂત્રો- ચિત્રો સહિતના બેનરો બનાવવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામની શ્રી કેશરબાઈ ચાંગેલા કન્યા વિદ્યાલય ખાતે “મતદાન આપનો અધિકાર” વિષય પર નિબંધ સ્પર્ધા તેમજ મતદાન જાગૃતિ અંગે રોલ-પ્લે તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાલિકાઓએ મતદાનના મહત્વને દર્શાવતું ગીત પણ રજૂ કર્યું હતું.આમ, સ્વીપ દ્વારા વધુ ને વધુ લોકોને “મતદાન એ મહાદાન”નો મંત્ર આપી દેશના મહાપર્વમા યોગદાન આપવા જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમ સ્વીપના નોડલ તથા અધિક કલેકટર શ્રી જિજ્ઞાસા ગઢવીની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.