BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગરમાં અમૃત મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત પ્રબુધ્ધ નાગરિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

8 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં કાર્યરત આદર્શ વિદ્યાલય અમૃત મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત તા-૦૭ નવેમ્બર ૨૦૨૩ ના રોજ પ્રબુધ્ધ નાગરિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે મા. શ્રી ઋષિકેશભાઈ પટેલ (આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી, ઉચ્ચ ટેકનીકલ શિક્ષણ મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય), મુખ્ય મહેમાન તરીકે મા. શ્રી પ્રકાશભાઈ પટેલ (ચરમેનશ્રી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી,વિસનગર), મા. શ્રી રાજેશભાઈ કે. પટેલ- આર.કે.જવેલર્સ (ચેરમેનશ્રી, બ્લડ બેંક અને કોપરસીટી કો.ઓ.ક્રેડીટ સોસાયટી લી. વિસનગર), મા. શ્રી ઉત્તમભાઈ પટેલ (પ્રમુખશ્રી, નગરપાલિકા વિસનગર), મા. શ્રી દશરથભાઈ પટેલ (પૂર્વ આચાર્યશ્રી, જી.ડી. હાઈસ્કૂલ,વિસનગર), મા. શ્રી જેસંગભાઈએસ.ચૌધરી(સિનિયરએડવોકેટશ્રી,વિસનગર), મા. શ્રી પરેશભાઈ એસ.ચૌધરી (બિલ્ડર, સ્પાન ગ્રુપ) તથા અન્ય મહાનુભાવોમાં રેખાબેન ચૌધરી (પૂર્વ સદસ્ય, જિલ્લા પંચાયત, મહેસાણા), વિષ્ણુજી ઠાકોર (ઉપપ્રમુખશ્રી, નગરપાલિકા, વિસનગર), પિનલબેન શાહ (ચેરમેન, કારોબારી સમિતિ, નગરપાલિકા, વિસનગર), ઉદાણીસાહેબ (વાઈસ ચાન્સેલર, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર) તથા શ્રી રજુજી પરમાર (રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા), શ્રી ખોડાભાઈ (પ્રમુખ, નિવૃત્ત કર્મચારી મંડળ, વિસનગર), બબલદાસ ચાવડા (બુદ્ધિધન કવિવર), કમલેશભાઈ વૈધ (માય ન્યુ ઇન્ડિયા), ડૉ.ઈશ્વરભાઈ ઓઝા(પ્રોફેસર), ડૉ. ઝવેરી સાહેબ, કેશવલાલ શેઠ, બાબુભાઈ પટેલ (વાસણ વાળા) વગેરે તથા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ અને વિસનગર શહેરના પ્રબુધ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ મહાનુભાવોનું કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્રારા ફૂલછડી, સાલ તથા મોમેન્ટ અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ.વિઠ્ઠલભાઈ વી. ચૌધરીએ આદર્શ શૈક્ષણિક સંકુલની વિકાસ ગાથા તથા વડીલોની દીર્ઘદૃષ્ટિને ઉજાગર કરી અમૃત મહોત્સવમાં સહભાગી થવા પ્રબુધ્ધ નાગરિકોને માહિતગાર કર્યા હતા.શ્રી ઋષિકેશભાઈ પટેલ (મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય) એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભારત સરકારની નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભારતની યુવા પેઢીને શિક્ષણની સાથે સાથે ભારત દેશની સંસ્કૃતિના મૂલ્યોનું જતન-સંવર્ધન કરી ૨૧ મી સદીમાં વિશ્વમાં અગ્રેસર રહેવા આહવાન કર્યું હતું. તથા આદર્શ શૈક્ષણિક સંકુલ અમૃત મહોત્સવ અંતર્ગત વિકાસની હરણફાળ ભરી યુવા પેઢીના જીવન ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે તે માટે મારી જ્યાં જરૂર પડે ત્યાં સહયોગ આપવા ખાતરી આપી હતી. શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણની નગરી એવી વિસનગરની વિકાયાત્રામાં કાર્યરત શૈક્ષણિક સંકુલોના અમૂલ્ય સિંહફાળાની નોંધ લઈ તે સમયના પ્રબુધ્ધ અને દીર્ઘ દૃષ્ટિવાન વડીલોને યાદ કરી આદર્શ વિદ્યાલય, વિસનગરના અમૃત મહોત્સવમાં તન, મન, ધન અને વૈચારિક સહયોગ આપી જ્ઞાતિ-જાતિ અને ધર્મથી ઉપર ઉઠી ઉત્તમ માનવ સમાજનું ઉદાહરણ પૂરું પાડી વિસનગર શહેરને પુન: શિક્ષણની નગરીની ઓળખ આપવા પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.આ સાથે ડી.એમ.પટેલ અને રેખાબેન ચૌધરીએ પણ આદર્શ શૈક્ષણિક સંકુલ શિક્ષણની નવીન કેડીને કંડારીને તથા સમયની જરૂરિયાત મુજબ વિકાસ કરીને ઉત્તમ માનવ સમાજના નિર્માણ માટે હરહંમેશ અગ્રેસર રહેલ છે તે વિશે રોચક પ્રવચન આપ્યું હતું. આ સાથે રાજેશભાઈ કે. પટેલ (આર.કે.જવેલર્સ) એ રૂ.૨૦૦૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પુરાનું માતબર રકમ દાન જાહેર કરેલ. જે બદલ કેળવણી મંડળ વતી મંત્રીશ્રી જે.ડી.ચૌધરીએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.અંતમાં શાળાના આચાર્યશ્રીએ આભારવિધિ કરી ઉપસ્થિત રહેલ સર્વ મહાનુભાવોનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી લવજીભાઈ જી.ચૌધરી તથા શ્રીમતી કોકિલાબેન કે. ચૌધરીએ કર્યું હતું. સૌએ સ્વરૂચિ ભોજન સાથે લીઘું હતું.આમ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!