GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકાની શાળાની D.D.O અને DPO મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા.

MORBI:મોરબી તાલુકાની શાળાની D.D.O અને DPO મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા.


મોરબી જીલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રજાપતી સાહેબશ્રી તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દિનેશભાઈ ગરચર સાહેબશ્રી એ પીએમશ્રી તાલુકા શાળા નં. ૨, દરબારગઢ , મોરબીની મુલાકાત લીધેલ. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાહેબ દ્વારા વાલીગણશ્રીને સરકારી શાળામાં વિદ્યાર્થીઓને મળતી વિવિધ સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તાની સચોટ અને સ્પષ્ટ માહિતી આપી.આજે સરકારી શાળામાં કોમ્યુટર લેબ,વિજ્ઞાનની પ્રયોગ શાળા,રમતગમતના સાધનો,કન્યાની સ્વ રક્ષણ તાલીમ,
સાયન્સ સિટી જેવા વિવિઘ શૈક્ષણીક પ્રવાસ, ટવિનીગ કાર્યક્ર્મ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા.વિવિઘ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સરકારી શાળાઓમાં થાય છે.

જેમા જ્ઞાન સાધના,જ્ઞાન સેતું,NMMS, PSE અને જવાહર નવોદય જેવી વગેરે સરકારી યોજનાની વાલિગણને જાણકારી આપી હતી અને તેનાથી વિદ્યાર્થીઓને થતા ફાયદાઓ જણાવેલ હતાં. માનનીય ડીડીઓ સાહેબે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા.
અભ્યાસની સાથે સાથે મતદાન જાગૃતિ બાબતની વાલીગણ સાથે ચર્ચા કરી હતી.સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ છે. તેમાં આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ.આ રાષ્ટ્રિય પર્વની મતદાન કરી ઊજવણી કરવી જોઇએ.અને છેલ્લે સર્વ લોકોએ મતદાન જાગૃતિ અને મતદાન માટેના શપથ લીધા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!