AHAVADANG

ડાંગ જિલ્લામાં તાપમાનનો પારો વધતા અસહ્ય ગરમીની સાથે ઉકળાટ વધતા જનજીવન ત્રસ્ત બન્યુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં માર્ચ મહિનાનાં આખરનાં દિવસો ચાલી રહ્યા છે.ડાંગ જિલ્લાના ગામડાઓમાં માર્ચ મહિનાનાં આખરનાં દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી જવા પામ્યુ છે.ડાંગ જિલ્લાના ગામડાઓમાં અસહ્ય ગરમીની સાથે ઉકળાટ વધતા ડાંગી જનજીવન ત્રસ્ત બન્યુ હતુ. ડાંગ જિલ્લામાં ગુરુવારે  અસહ્ય ગરમીનાં કારણે લોકોએ ઘરમાંથી નીકળવાનું ટાળ્યુ હતુ. તો અમુક લોકો પ્રકૃતિનાં ખોળામાં ઝાડનાં નીચે આરામ ફરમાવી ગરમીમાંથી રાહત મેળવી હતી.ગુરુવારે અસહ્ય ગરમીનાં પગલે જનજીવન ત્રસ્ત બન્યુ હતુ.ગુરુવારે ડાંગ જિલ્લાનાં આહવા અને સુબિર પંથકમાં તાપમાનનો પારો 39 સેલ્શિયસ પર પોહચી ગયો હતો.જ્યારે વઘઇ પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્શિયસ પર પોહચી જતા જનજીવન ગરમીથી શેકાયુ હતુ. પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે પણ તાપમાનનો પારો 37 સેલ્શિયસ સુધી પોહચી જતા પ્રવાસીઓએ બપોરનાં સમયે બહાર નીકળવાનું ટાળ્યુ હતુ.ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીનાં પગલે માર્ગો પર પણ વાહનોની અવરજવર ઓછી જોવા મળી હતી…

તસ્વીર – પ્રતીકાત્મક

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!