GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટમાં વિરાણી સાયન્સ કોલેજ તથા ધોરાજીમાં અચૂક મતદાન અંગે લેવાયા શપથ

તા.૨૮/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: હાલ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે.

જે અંતર્ગત રાજકોટ શહેરમાં મણીભાઈ વિરાણી તથા શ્રીમતિ નવલબેન વિરાણી સાયન્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગે શપથ લેવામાં આવ્યા હતા. જેમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સ એવા કોલેજીયનો, ઉપરાંત અધ્યાપકો તથા અન્ય સ્ટાફ પણ જોડાયો હતો. આ સાથે “ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ” હોવાના સંદેશ સાથે લોકોને લોકશાહની આ પ્રક્રિયામાં સહભાગી થવા અપીલ પણ કરવામાં આવી હતી. ઉપરાંત ધોરાજીમાં તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સ તથા કોલેજીયન યુવાનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાદમાં સૌ અચૂક મતદાન કરવા તથા અન્યોને પણ મતદાન માટે પ્રેરિત કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણી સમયે મતદારોને પદ્ધતિસર રીતે શિક્ષિત કરવા તથા ચૂંટણીમાં સહભાગીતા વધારવા માટે ચૂંટણી પંચ દ્વારા સ્વીપ એટલે કે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ હાથ ધરવામાં આવે છે. હાલ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!