DASADAGUJARATSURENDRANAGAR

ઝીંઝુવાડાના વિસાવડી ગામની સીમમાં પાટ પાસાનો જુગાર રમતાં છ ઈસમો ઝડપાયા.

રોકડા રૂપિયા, મોબાઇલ ફોન, મોટરસાયકલ નંગ છ સહીત કુલ રૂ.2,92,160 નો મુદ્દામાલ કબજે કર્યો.

તા.29/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડા રૂપિયા, મોબાઇલ ફોન, મોટરસાયકલ નંગ છ સહીત કુલ રૂ.2,92,160 નો મુદ્દામાલ કબજે કર્યો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમના ઈનચાર્જ પીઆઇ બી એલ રાયજાદા નાઓને ખાનગી બાતમી મળતાં કે ગોવિંદસિંહ બાબુભાઈ ઝાલા ઝિંઝુવાડા પાટડી વાળો ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના વિસાવડી ગામની સીમમાં સદરાણુ નામની તલાવડી પાસે જાહેરમાં પાટ પાસાનો જુગાર રમે છે અને હાલે પણ તે પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમી આધારે એલસીબી ટીમના ઈનચાર્જ પીઆઇ બી એલ રાયજાદા, પો.હે.કો.પરીક્ષીતસિંહ ઝાલા, દશરથભાઈ, પેરોલ ફર્લો સ્ક્વોડના હરદીપસિંહ ઝાલા સહીત સમગ્ર ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતાં છ આરોપી જેમાં ગોવિંદસિંહ બાબુભાઈ ઝાલા ઝિંઝુવાડા પાટડી, રામભા મનુભા વાઘેલા વિસાવડી પાટડી, જસાભાઈ લખુભાઈ નગવાડીયા વિસાવડી પાટડી, કિશનસિંહ જયેન્દ્રસિંહ ઝાલા ઝીંઝુવાડા પાટડી, ભરતભાઈ હકાભાઇ મકવાણા વિસાવડી પાટડી, ગટુભા વિક્રમસિંહ વાઘેલા વિસાવળી પાટડી તથા નાસી જનાર આરોપી પ્રવિણસિંહ કરણુભા વાઘેલા વિસાવડી પાટડી, શૈલેષભાઈ હરગોવિંદભાઈ નગવાડીયા પાટડી પાસેથી રોકડા રૂ.51,660 તથા મોટરસાયકલ નંગ 6 કિ.રૂ.2,20,000 તથા મોબાઇલ નંગ 5 કિ.રૂ.20,500 સહીત કુલ મળીને રૂ.2,92,160 નાં મુદ્દામાલ કબજે કરી છ આરોપીઓ તથા ફરાર બે આરોપીઓ વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!