વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
ડાંગ અને નવસારી જિલ્લાનાં વિવિધ સ્થળોએ અસહ્ય ગરમી બાદ વાદળોએ ઘેરાવો ભરતા દ્વીભાસી વાતાવરણ સર્જાયુ..
ડાંગ અને નવસારી જિલ્લામાં દિન પ્રતિ દિન ગરમી દઝાડી રહી છે. નવસારી અને ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ચાલુ વર્ષે 35થી 42 ડિગ્રી સુધી તાપમાન પોહચી જતા અસહ્ય ગરમી વર્તાઈ રહી છે. નવસારી અને ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં અસહ્ય ગરમી અને ઉકળાટનાં પગલે જનજીવન સહિત પશુપાલન ઠંડક શોધવા મજબૂર બન્યુ છે. સોમવારે નવસારી શહેર સહિત જિલ્લાનાં વાંસદા, ચીખલી, ગણદેવી, બીલીમોરા, ખેરગામ તેમજ ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ,અને સુબિર પંથકનાં ગામડાઓમાં 40 થી 42 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયુ હતુ.જ્યારે ગિરિમથક સાપુતારા પંથકમાં 36 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયુ હતુ. નવસારી સહિત ડાંગ જિલ્લામાં સોમવારે અસહ્ય ગરમી અને ઉકળાટની વચ્ચે વાદળોએ પણ ઘેરાવો ભરતા દ્વીભાસી વાતાવરણ જોવા મળ્યુ હતુ. ડાંગ સહિત નવસારી જિલ્લામાં દ્વિભાસી વાતાવરણનાં પગલે લોકો પણ મુંઝાયા હતા. નવસારી સહિત ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં વાતાવરણનાં પલટાનાં પગલે ખેડૂતોનાં કઠોળ સહિત ફળફળાદી પાકોને જંગી નુકસાન થવાની ભીતિ વર્તાઈ હતી.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે દિવસ દરમ્યાન અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો.જ્યારે મોડી સાંજે વાદળોએ ઘેરાવો ભરતા જોવાલાયક સ્થળોએ ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી…