DANGGUJARATNAVSARI

ડાંગ અને નવસારી જિલ્લામાં સૂર્ય દેવતા કોપાયમાન, વિવિધ સ્થળોએ તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી નોંધાતા જનજીવન ત્રસ્ત બન્યુ…

ડાંગ અને નવસારી જિલ્લાનાં વિવિધ સ્થળોએ અસહ્ય ગરમી બાદ વાદળોએ ઘેરાવો ભરતા દ્વીભાસી વાતાવરણ સર્જાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

ડાંગ અને નવસારી જિલ્લાનાં વિવિધ સ્થળોએ અસહ્ય ગરમી બાદ વાદળોએ ઘેરાવો ભરતા દ્વીભાસી વાતાવરણ સર્જાયુ..

ડાંગ  અને નવસારી જિલ્લામાં દિન પ્રતિ દિન ગરમી દઝાડી રહી છે. નવસારી અને ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ચાલુ વર્ષે 35થી 42 ડિગ્રી સુધી તાપમાન પોહચી જતા અસહ્ય ગરમી વર્તાઈ રહી છે. નવસારી અને ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં અસહ્ય ગરમી અને ઉકળાટનાં પગલે જનજીવન સહિત પશુપાલન ઠંડક શોધવા મજબૂર બન્યુ છે. સોમવારે નવસારી શહેર સહિત જિલ્લાનાં વાંસદા, ચીખલી, ગણદેવી, બીલીમોરા, ખેરગામ તેમજ ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ,અને સુબિર પંથકનાં ગામડાઓમાં 40 થી 42 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયુ હતુ.જ્યારે  ગિરિમથક સાપુતારા પંથકમાં 36 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયુ હતુ. નવસારી સહિત ડાંગ જિલ્લામાં સોમવારે અસહ્ય ગરમી અને ઉકળાટની વચ્ચે વાદળોએ પણ ઘેરાવો ભરતા દ્વીભાસી વાતાવરણ જોવા મળ્યુ હતુ. ડાંગ સહિત નવસારી જિલ્લામાં દ્વિભાસી વાતાવરણનાં પગલે લોકો પણ મુંઝાયા હતા. નવસારી સહિત ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં વાતાવરણનાં પલટાનાં પગલે ખેડૂતોનાં કઠોળ સહિત ફળફળાદી પાકોને જંગી નુકસાન થવાની ભીતિ વર્તાઈ હતી.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે દિવસ દરમ્યાન અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો.જ્યારે મોડી સાંજે વાદળોએ ઘેરાવો ભરતા જોવાલાયક સ્થળોએ ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!