JHAGADIYA

ઝઘડિયા તાલુકાના રતનપોર ગામનો પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હોવાથી ઉતારી લઈ નવું દવાખાનું ફાળવવા ગ્રામજનોએ માંગ કરી 

ઝઘડિયા તાલુકાના રતનપોર ગામનો પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હોવાથી ઉતારી લઈ નવું દવાખાનું ફાળવવા ગ્રામજનોએ માંગ કરી

આરોગ્ય વિભાગનું આ દવાખાનુ છેલ્લા દસ વર્ષથી ખંડર હાલતમાં છે

 

ઝઘડિયા તાલુકાના રતનપોર ગૃપ ગ્રામ પંચાયતમાં રતનપોર ગામ ખાતે સરકારી દવાખાનાનું મકાન આવેલું છે જે છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી તદ્દન જર્જરીત હાલતમાં છે અને બિન ઉપયોગી છે, છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી આ ચાર હજાર ગ્રામજનો ને આરોગ્ય ને લગતી સમસ્યા બાબતે જવાબદાર રતનપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ રતનપોર ગ્રામ પંચાયતના એક રૂમમાં હાલમાં દવાખાનું ચલાવી રહ્યા છે,આરોગ્ય કેન્દ્રની બિલકુલ નજીકમાં જ આંગણવાડી પણ આવેલી છે જ્યાં બાળકો રમતા હોય છે ભવિષ્યમાં મકાનની દિવાલ ધરાશય થાય તો મોટી જાનહાની થવાની સંભાવના રહેલી છે જેથી આ આરોગ્ય કેન્દ્રને જલ્દીથી ઉતારી લઈ નવું દવાખાનું બનાવી આપવામાં આવે એવી ગામના લોકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે, ગામમાં એકજ દવાખાનું હોવાથી સગર્ભા મહિલાઓ , તેમજ ગરીબ વર્ગના દર્દીઓને ઝઘડિયા અથવા અવિદ્યા દવાખાને જવું પડે છે કોઈ દર્દીને તત્કાલ સારવારની જરૂર લાગે તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી ગામમાં નવું આરોગ્ય કેન્દ્ર જલ્દીથી બનાવી આપવા આવે એવી માંગ કરવામા આવી છે ગ્રામજનો તથા ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર નવું દવાખાનું બનાવી આપવા માટે તાલુકા સ્તરે રજૂઆત કરી છે પરંતુ તેનું કોઈ પરિણામ આજ દિન સુધી આવ્યું નથી, નવું દવાખાનું બનાવવાની વાત તો દૂર રહી પરંતુ ગામમાં જે આ જર્જરીત દવાખાનું છે તેને ઉતારી લેવાની પણ આરોગ્ય વિભાગ દ્વારા તસ્દી લેવામાં આવી નથી, ગ્રામ પંચાયત દ્વારા પણ આ બાબતનો ઠરાવ કરી ઝઘડિયા મામલતદારને આપવામાં આવ્યો હતો એ ઉપરાંત ગ્રામજનો દ્વારા ઝઘડિયા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી ઝઘડિયા તથા આરોગ્ય વિભાગ ઝઘડિયા તાલુકાને પણ લેખિતમાં રજૂઆત કરી છેલ્લા દસ-બાર વર્ષથી જર્જરીત થઈ ગયેલ આ સરકારી દવાખાના ને ઉતારી લેવા માટે અરજી કરી છે, ગ્રામજનોએ પોતાની અરજીમાં ભય વ્યક્ત કર્યો છે કે ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે ચોમાસામાં દવાખાનું પડી જાય તેવી હાલત છે આ બાબતે અવારનવાર ગ્રામજનો ભેગા થઈ મૌખિક રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન આપતું નથી, જેથી જૂનું દવાખાનું ઉતારી લેવામાં આવે અને નવા દવાખાનાનું બાંધકામ સત્વરે ચાલુ થાય તેવી રજૂઆત કરી છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

 

Back to top button
error: Content is protected !!