HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:ચરાડવા તારાં બેસણા ચરાડવા તુંજ ધામ ઉદા ચારણ નાં ઘરે પ્રગટ્યા માં રાજબાઇ ધર્યું નામ

Halvad:ચરાડવા તારાં બેસણા ચરાડવા તુંજ ધામ ઉદા ચારણ નાં ઘરે પ્રગટ્યા માં રાજબાઇ ધર્યું નામ

 

અઢારે વર્ણના પૂજાતા માં રાજબાઇ નો ચરાડવા ગામમાં પૂનમ ભરવાના પ્રસંગ અનેરો છે. જેમાં જેઠ મહિનાની પૂનમે કેરીનો શણગાર થાય છે અને કેરીનો અન્નકૂટ યોજાય છે. હાલમાં ધર્મ પરાયણ લોકોમાં પૂનમ ભરવાનો ખૂબ જ મહિમા છે. જેમાં ચરાડવા, ઝિંઝુવાડા, અને સાપર ગામે બિરાજમાન રાજબાઈ માતાજીના મંદિરે દરેક પૂનમના દિવસે મોટો માનવ મહેરામણ ઉમટે છે‌. જ્યારે ચરાડવા જન્મ સ્થળ હોય ત્યાંનું વિશેષ મહિમા રહે છે. જેમાં જેઠ સુદ પુનમ નાં દિવસે ચરાડવા રાજબાઇ માતાજી નાં મંદિર માં કેરીના અભિષેકથી માતાજી નો શણગાર કરીને પૂનમની ઉજવણી કરવામાં આવી છે. આ બાબતે વાત કરીએ તો ચરાડવા ગામમાં વાચા અટકના ચારણ પરિવારમાં માં રાજબાઈ નું પ્રાગટ્ય થયું છે. તેમનો જન્મસ્થળ અને પાદરના ભવ્ય મંદિરમાં દર પુનમે ભવ્ય ઉજવણી થાય છે. તેમાં ખાસ કરીને જેઠ સુદ પુનમ કેરીનું મહત્વ હોય માતાજીનો શણગાર કેરીથી કરવામાં આવ્યો હતો. અને જેમાં અન્નકૂટ કાર્યક્રમ યોજાયો હતો અને દર પુનમે ધ્વજા બદલાવવાની થતી હોય ભાવિકજનોએ ધ્વજા ની શોભાયાત્રા યોજી હતી. જેમાં ગામ અને બહારગામથી આવેલા રાજબાઇ માતાજી ને પુજનારા મહિલા મંડળે રાસ ગરબા લઈને માતાજીના ગુણગાન ગયા હતા. આ મંદિરમાં કચ્છ, થરાદ બનાસકાંઠા, ઝીંઝુવાડા, વઢવાણ, મોરબી, વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રાજબાઈ માતાજીને પૂજનારા પરિવારો પધાર્યા હતા. અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. બપોરે ૧૨-૦૦ વાગ્યે મહા આરતી થઈ હતી અને બાદમાં મહાપ્રસાદનું આયોજન થયું હતુ.

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

Back to top button
error: Content is protected !!