GUJARATJETPURRAJKOT

Jetpur: જીકેસ પોર્ટલમાં વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને જેતપુર મામલતદારને એબીવીપીએ આવેદન આપ્યું

તા.૨૪/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Jetpur: ગુજરાત એડમિશન કોમન સર્વિસ પોર્ટલ થકી વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈ આજે જેતપુર ખાતે મામલતદારને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર પાઠવ્યું હતું

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા હેતું ગુજરાત એડમિશન કોમન સર્વિસનો આરંભ કરવામાં આવ્યો છે, પરંતુ આ પોર્ટલ વિદ્યાર્થીઓ માટે વધુ સમસ્યારૂપ પુરવાર થઇ રહ્યું હોવાના આક્ષેપો થતા રહ્યા છે. જીકેસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાના નિવારણ અર્થે આજે રાજ્યભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મંત્રી ઋષિકેશ પટેલને ઉદ્દેશીને જેતપુર મામલતદાર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એબીવીપી દ્વારા ગુજરાત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને સિટી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને આગામી 48 કલાકમાં તેનો ઉકેલ ન આવેતો રાજ્યભરમાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહશે તેવી ચીમકી એબીવીપીના આગેવાનોએ આપી હતી.

જીકેસ પોર્ટલ આવરી લેવાતી ગુજરાત રાજ્યની વિશ્વવિધાલયોમાં એડમીશનથી ઘણા વિધાર્થીઓ હજુ પણ વંચિત છે. ત્યારે વિધાર્થીઓને ધ્યાને લઇ તેમના માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તથા ગ્રામ્ય વિસ્તારની કોલેજોમાં વિધાર્થીઓ ટેકનોલોજી અને પ્રક્રિયાની જાણકારીનો અભાવ હોવાથી પ્રવેશથી વંચિત ન રહે એના માટે યોગ્ય નિર્ણય કરવામા આવે.

જીકેસ થકી પ્રવેશ પ્રક્રિયામાં વિધાર્થી એક રાઉન્ડમાં કોઇ કોલેજમાં એડમિશન મેળવે છે, ત્યારે બીજા રાઉન્ડ તે વિધાર્થી ભાગ લઇ શકતો નથી અને તેને પ્રક્રિયામાંથી બહાર કાઢી દેવામાં આવે છે સાથે વિદ્યાર્થીને એડમીશન રદ્દ કરવું હોય કે ફોર્મમાં રહેલ કોઇ ભુલ સુધારવાનો વિકલ્પ નથી મળતો, જેનો ત્વરિત ઉકેલ લાવવો અનિવાર્ય છે.

જીકેસ પોર્ટલનું કામ કક્ત ડેટા એકતિ્રત કરવાનું હતું, પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોતાં લાગે છે કે જીકેસ પોર્ટલ થકી જ સંપૂર્ણ પ્રવેશ ચાલી રહી હોય એવં લાગી રહ્યું છે. જીકેસ પોર્ટલ પર એકત્રિત થયેલ નિજી ડેટા વર્તમાનમાં કયાં-કયાં ઉપયોગ થઇ રહ્યો છે તેની માહિતી રાખવી મહત્વની છે. કોલેજના મેરીટ લીસ્ટ કયા માપદંડ પ્રમાણે બની રહ્યા છે એની કોઇપણ પ્રકારની જાણકારી નથી. જેથી જીકેસ પારદર્શકતા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. જેના પર ત્વરિત કાર્યવાહી આવશ્યક છે. આવી માગો સાથે આજરોજ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ જેતપુર સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!