કાલોલ ના નેસડા ગામના અંડર ગ્રાઉન્ડ નાળામાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો સાથે વિધાર્થીઓ પરેશાન
તારીખ ૨૬/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નેસડા અને નાના કરાડા,મોટા કરાડા આ ત્રણ ગામના લોકોને અવરજવર માટે રેલવે તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ બ્રિજ બનાવાવમાં આવેલ છે ત્યા નીચેથી દરરોજના સેંકડો લોકો અવરજવર કરવા માટે આ અંડર ગ્રાઉન્ડ નાળાનુ ઉપયોગ કરવામાં આવે છે જે દરવર્ષે વરસાદના પાણી આસપાસના ખેતરો માથી આવી પાણી આ નાળામાં ભરાઈ જાય છે જેથી કરીને સ્કૂલમાં જતા માસુમ બાળકો ભારે પરેશાની ભોગવીને સાથે રાહદારીઓ અને વિદ્યાર્થીઓ નાળાની છત ઉપર રેલવે ટ્રેક પરથી જોખમી રીતે પસાર થવા મજબૂર બની રહ્યા છે.જ્યારે બીજા વિદ્યાર્થીઓ સ્કૂલ જવાનુ હોય છે તો નાળામાં પાણી ના કારણે લાંબો સમય સુધી શાળામાં જઈ શકતા નથી અને પાણી ભરાવવાને કારણે સ્થાનીક રહીશો અને નોકરી પર જતા કર્મચારીઓ ને ભારે પરેશાની વેઠવી પડે છે અને તેમના ટુ વ્હીલર પણ પસાર થતા નથી જેથી આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા સ્થાનિકો એ માંગ કરી છે.