
કેશોદમાં સરકારી એલ.કે.હાઈસ્કુલ તથા ઇન્દિરા નગર પ્રાથમિક ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દીપ પ્રાગટય. પ્રાથના. તથા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રકુલભાઈ પાનશેરીયાનું હારતોણા કરી સ્વાગત કરવામા આવ્યુ હતું સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે. અને વિધા દેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે. ભૂલકાંઓ પ્રથમ દિવસે શાળામાં હસતા ચહેરે પ્રવેશ કરે તેના માટે વાલીઓએ તો તૈયારી કરી પરંતુ સરકાર દ્વારા પણ બાળકોને ગમે તે રીતનો માહોલ ઊભો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકો પણ હોંશ હોંશે શાળાએ પ્રવેશ કરતા જોવા મળ્યા હતા.આ કાર્યક્રમમા ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, પૂર્વધારાસભ્ય વંદનાબેન મકવાણા, પ્રવિણભાઈ ભાલાળા તથા રાજકીય આગેવાનો આ કાર્યક્રમ મા હાજર રહ્યા હતા શિક્ષણ મંત્રી એ જણાવ્યુ હતુ કે સરકારી શાળામાં વધારે બાળકો પ્રવેશ કરે અને સરકારી શાળામાં વધારેમાં વધારે સુવીધા મળે અને બાળકોને વધારે શિક્ષણ મળે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમ બાદ વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યુ હતું
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




