કાલોલ શબનમ સોસાયટી લઇ ભડીયાદરા પીર દરગાહ સુધીના થાંભલાઓ ની સ્ટ્રીટ લાઈટો શોભાના ગાંઠિયા સમાન.!!
તારીખ ૦૫/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરના છેવાડાના વિસ્તાર એવા શબનમ સોસાયટી જે ગોમા નદીના કાંઠે અડીને આવેલ વિસ્તાર જે શબનમ સોસાયટી લઇ ભડીયાદરા પીરની દરગાહ રોડ સુધી આવેલ અમુક થાંભલા પર સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે. પરંતુ વારંવાર મૌખિક અને લેખીત રજૂઆતો છતાં આ સ્ટ્રીટ લાઈટના થાંભલા પર લગાવેલ સ્ટ્રીટ લાઈટ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતને લઇ આ વિસ્તારમાં અંધારપટ છવાયો છે ત્યારે કાલોલ છેવાડાના ગોળીબાર વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક સોસાયટી રહીશોને રાત્રીના સમયે પોતાના ખેતરમાંથી ઘરે જતાં આવા માર્ગ ઉપર અંધારપટ ને લઈ નજીક થી પસાર થતા ખેડૂતો સાથે સ્થાનિક રહીશો માટે સ્ટ્રીટ લાઈટ નો પ્રકાશ ન મળતાં રોડ પરનાં સ્ટ્રીટલાઇટના થાંભલા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે ત્યારે નગરપાલિકા દ્વારા વહેલી તકે સ્ટીટલાઈટ નું રીપેરીંગની કરી સોસાયટીમાં અને રોડ ઉપર અજવાળા થાય તેવી લોક માંગ ઉપસ્થિત થઈ છે.