GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જૂનું ઘુટું રોડપર કારખાનામાં કામ કરતી વેળાએ ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું સારવારમાં મૃત્યુ નીપજ્યું

MORBI:મોરબીના જૂનું ઘુટું રોડપર સીરામીક કારખાનામાં કામ કરતી વેળાએ ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવારમાં મૃત્યુ નીપજ્યું
મોરબીના જુના ઘૂટું રોડ પર ઝીલટોપ સિરામિકમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના કન્યા છાત્રાલય પાછળ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા કિરીટભાઈ ભીમજીભાઈ સુવારીયા (ઉ.૩૬) ને ગત તા. ૪ ના રોજ કારખાનામાં વેલ્ડીંગ કામ કરતા સુમારે કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા કિરીટભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.










