GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત વધુમા વધુ રોજગારીનો લાભ લેવા શ્રમિકોને અનુરોધ

મનરેગા યોજના હેઠળ જીલ્લામાં કુલ ૨૪૨ ગ્રામ પંચાયતોમાં વ્યક્તિગત અને સામૂહિક કુલ-૧૦૩૪ કામો પ્રગતિ હેઠળ છે જેમાં કુલ-૩૩૨૫ શ્રમિકોને રોજગારી સાથે આરોગ્ય તપાસ સહિતના લાભ

તા.22/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મનરેગા યોજના હેઠળ જીલ્લામાં કુલ ૨૪૨ ગ્રામ પંચાયતોમાં વ્યક્તિગત અને સામૂહિક કુલ-૧૦૩૪ કામો પ્રગતિ હેઠળ છે જેમાં કુલ-૩૩૨૫ શ્રમિકોને રોજગારી સાથે આરોગ્ય તપાસ સહિતના લાભ

ગ્રામ્ય શ્રમિકોને રોજગારી મળે અને ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું રહે તે માટે સરકારશ્રી દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના – મનરેગા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં કામનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે હાલમાં જિલ્લામાં “મનરેગા” યોજના હેઠળ વ્યક્તિગત અને સામૂહિક કુલ ૧૦૩૪ કામ કુલ-૨૪૨ ગ્રામ પંચાયતમાં કામ ચાલી રહયા છે જેમાં કુલ ૩૩૨૫ જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે પંચાયત તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સામુહિક કામની જગ્યા પર હીટવેવના દિવસો દરમ્યાન શ્રમિકોને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે હિટવેવના કારણે શ્રમિકોને કામ કરવાનો સમય પણ સવારે ૦૬.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે ૦૪.૦૦ થી ૦૬.૦૦ સુધીનો કરવામાં આવ્યો છે સાઇટ પર શ્રમિકોના આરોગ્યની કાળજી પણ લેવામાં આવે છે જયાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરી વર્ક સાઇટ પર શ્રમિકોની આરોગ્ય તપાસ કરી, ઓ. આર. એસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે “મનરેગા” યોજના અંતર્ગત વધુને વધુ શ્રમિકોને ગ્રામ્ય કક્ષાએ વધુમાં વધુ રોજગારીનો લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે વધુમાં, રોજગારવાંછુંક કુટુંબોને આ યોજના હેઠળ ૧૦૦ દિવસની રોજગારી મળી રહે તે હેતુસર પોતાના તાલુકાની લગત તાલુકા પંચાયત કચેરી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરેન્દ્રનગરની મનરેગા શાખાનો સંપર્ક કરવા નિયામક આર.એમ જાલંધરાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!