
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કારતક સુદ અગિયારસે ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમાનો શ્રીફળ વધેરી પ્રારંભ કરાવ્યો હતો.ગિરનાર તીર્થક્ષેત્રના શ્રી શેરનાથ બાપુ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજા દેવી માતાજી, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, ઉતારા મંડળના પ્રમુખશ્રી ભાવેશભાઈ વેકરીયા, સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક સ્વરૂપે થનાર આ ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ પૂર્વે પરંપરા મુજબ ભગવાન ગુરુ દત્તાત્રેયની પૂજન વિધિ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર સર્જાયેલા કાદવ કીચડના કારણે પરિક્રમાને મોકૂફ રાખવાની ફરજ પડી છે. પરંતુ ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન અને પરંપરા જળવાઈ રહે તે માટે પ્રતિકાત્મક સ્વરૂપે સાધુ સંતો મર્યાદિત સંખ્યામાં વહીવટી તંત્રની સાથે રહી પરિક્રમા કરશે. પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમા વિધિવત પ્રારંભ વેળાએ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, અગ્રણી શ્રી પુનિતભાઈ શર્મા, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી ડી.જે. જાડેજા, મહાનગરપાલિકાના નગરસેવકશ્રીઓ સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






