કાલોલ ની વાજબી ભાવની સરકારી અનાજનાં દુકાનદારે 2 લાખ ઉપરાંત કિંમતનું સરકારી અનાજ કર્યું સગેવગે.
તારીખ ૦૯/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત વાજબી ભાવની સરકારી દુકાન અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર મા આજરોજ પંચમહાલ જીલ્લા પૂરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સાથે કાલોલ તાલુકા પુરવઠા ટીમ ની ચેકીંગ દરમ્યાન કુલ ૧૨૪ કટ્ટા ની ઘટ જોવા મળી જેમા મુખ્યત્વે ઘઉ ના ૪૨, ચોખાના ૭૨, ખાંડ ના ૪, તુવેરદાળ ના ૨ અને ચણા ના ૪ કટ્ટા જેની કિંમત રૂ ૨,૩૨,૪૬૭/ નો જથ્થો બારોબાર સગેવગે કર્યા નુ પ્રસ્થાપીત થતા જીલ્લા પુરવઠા અધિકારીએ મામલતદાર સહિત ગ્રાહકોના ક્રોસ વેરીફીકેશન ની કામગીરી શરૂ કરી છે. અઠવાડિયા પહેલા આ દુકાન ને પુરવઠા વિભાગ દ્વારા શીલ કરાઈ હતી અને ત્યારબાદ દુકાનદારનો સંપર્ક કરતા સંપર્ક થઈ શકતો નહોતો જેથી આજ રોજ સોમવારે દુકાન નુ તાળુ ખોલાવી ઓનલાઇન જથ્થા નુ ચેકીંગ કરતા મોટી ઘટ જોવા મળી હતી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા જણાવ્યું હતુ.