GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં ડૂબનારને હવે રિમોટ ઓપરેટર બોટથી બચાવાશે.

બોટ પાણીમાં ઉતારતાની સાથે 30 કિમીથી વધુની ઝડપથી પાણીમાં દોડવા લાગે.

તા.06/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

બોટ પાણીમાં ઉતારતાની સાથે 30 કિમીથી વધુની ઝડપથી પાણીમાં દોડવા લાગે.

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાને કારણે અનેક લોકોના મોત થાય છે ત્યારે તેમના મૃતદેહને શોધવામાં પણ પાલિકાને ખૂબ મુશ્કેલી પડે છે ત્યારે હવે ડેમમાં ડૂબતા વ્યક્તિને બચાવવા માટે રિમોટથી ચાલતી બોટનો ઉપયોગ કરવામાં આવશે સરકારે ફાળવેલી આ આધુનિક બોટનું ફાયર વિભાગની ટીમે ટેસ્ટિંગ પણ કર્યું હતું સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ નર્મદાના નીરથી ભરેલો છે શહેરના અનેક લોકો રોજ ડેમની મુલાકાત લેતા હોય છે ઘણા લોકો પ્રતિબંધ હોવા છતા ડેમમાં નહાવા માટે પડે છે ત્યારે ડૂબી જવાને કારણે મોતને ભેટી ચૂક્યા છે ત્યારે ડૂબતા લોકોને બચાવવા માટે સરકારના ફાયર વિભાગે સંયુક્ત પાલિકાને રિમોટથી ચાલતી બોટ અને બીજી એક બોટની ફાળવણી કરી છે જ્યારે પણ કોઇ વ્યક્તિ ડેમમાં ડૂબતી હોવાના સમાચાર મળશે એટલે પાલિકાની ટીમ તુરંત આ રિમોટથી ચાલતી બોટને ડેમના પાણીમાં ઉતારી દેશે અને આ બોટ ડૂબતા માણસ સુધી પહોચાડીને તેનો જીવ બચાવવા માટે પ્રયાસ કરશે આ બાબતે ફાયર વિભાગના દેવાંગભાઇએ જણાવ્યું હતું કે આ બોટને પાણીની બહાર બેઠા બેઠા રિમોટથી ઓપરેટ કરી શકાશે બોટ પાણીમાં ઉતારતાની સાથે 30 કિમીથી વધુની ઝડપથી પાણીમાં દોડવા લાશે ડૂબતી વ્યક્તિને બચાવવા માટે બોટ સાથે હેન્ડલ અને દોરડા લગાવેલા છે વ્યક્તિ આ બોટને પકડી લે એટલે તેને રિમોટની મદદથી પાછી લવાશે જેથી ડૂબતાનો જીવ બચાવવામાં મદદરૂપ થશે આ બોટ 300 કિલો વજન ઊંચકવાની ક્ષમતા પણ ધરાવે છે.

Back to top button
error: Content is protected !!