GUJARATMORBIMORBI CITY / TALUKO

મોરબી તાલુકાની આમરણ નવાપરા પ્રા. શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

 

મોરબી તાલુકાની આમરણ નવાપરા પ્રા. શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

 

મારી શાળા ગ્રીન શાળા અને એક બાળક- એક વૃક્ષ અંતર્ગત મોરબી જિલ્લાના મોરબી તાલુકાની શ્રી આમરણ નવાપરા પ્રા. શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ શાળાના આચાર્ય શ્રીમતિ કકાણિયા નિર્મળાબેન અને સમગ્ર સ્ટાફ દ્વારા નક્કી કર્યું હતું કે અમારી શાળાને હરિયાળી શાળા બનાવીશું જેના અંતર્ગત તારીખ 10 જુલાઈ 2024 ના રોજ 80 થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેમા વડ, પીપળ, નીલગીરી, લીમડો, બોરસલી, જેવા વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા તથા શાળાના દરેક બાળકને એક વૃક્ષ દતક આપવામાં આવ્યું.આ સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના શાળાના 73 થી વધારે બાળકો, શાળાનો સમગ્ર સ્ટાફના 1-1 વૃક્ષ અને crc કૉ.આમરણ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક કમલેશભાઈ કનારા અને દીપકભાઈ બોડા દ્વારા વૃક્ષોના મહત્વ અને પર્યાવરણ જાગૃતિ વિશે બાળકોને સમજ આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય શ્રીમતી કકાણિયા નિર્મળાબેન ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યું હતો. એવુ આમરણ ક્લસ્ટર ના સી.આર.સી. કો. ઓરડીનેટર ભરતભાઈ પટેલ ની યાદીમાં જણાવાવમાં આવેલ છે

Back to top button
error: Content is protected !!