GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ એપીએમસીમાં વાઈસ ચેરમેન તરીકે કેતનભાઈ શાહ ની બીન હરીફ વરણી કરાઈ
તારીખ ૧૫/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ સોમવારે સવારે ૧૧ કલાકે એપીએમસી ડેરોલ કાર્યાલય ખાતે ચૂંટાયેલા સભ્યો ની બેઠક મળી જેમા આગામી અઢી વર્ષ સુઘી વાઈસ ચેરમેન તરીકે ની કેતનભાઈ શાહ ની દરખાસ્ત રજૂ કરવામાં આવી અન્ય કોઈ ઉમેદવાર ની દરખાસ્ત ન હોવાથી કેતનભાઈ શાહ ને આગમી અઢી વર્ષ માટે વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે નવા વાઈસ ચેરમેન ને હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા અને તમામ સભ્યોએ કેતનભાઈ શાહ ને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ભાજપ દ્વારા વાઇસ ચેરમેન તરીકે કેતનભાઈ શાહ નુ મેંડેટ આવ્યુ હતુ.