
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ,
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના ડૉ. સંદિપસિંહ વાંસદિયા દ્વારા તા.૧૮ જૂન થી ૨૧ જૂન ૨૦૨૪ દરમિયાન તાલુકાની ચાર અલગ અલગ (૧) શ્રી નવરંગ વિદ્યામંદિર, મોરીયાણા, (૨) એકલવ્ય સાધના ઉ.બુ. વિદ્યાલય, થવા, (૩) શ્રી કૃષ્ણ આશ્રમ શાળા, થવા, (૩) સંસ્કાર ગુર્જરી વિદ્યા મંદિર, ચાસવડ, અને (૪) શ્રી ઉન્નતિ વિદ્યામંદિર, સોલિયા આમ ચાર દિવસીય ચાર અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓને સિકલ સેલ એનિમિયા રોગ વિશે માહિતી આપી હતી.
માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના ડૉ.સંદિપસિંહ વાંસદિયા દ્વારા સિકલ સેલ એનિમિયા રોગ વિશે માહિતી આપી અને આવનાર સમયમાં સિકલ સેલનો વ્યાપ ઘટે એના માટે ની સમજૂતી આપવમા આવી હતી.
વધુના ડૉ.સંદિપસિંહ વાંસદિયાએ જણાવ્યું હતું કે સિકલ સેલનો વ્યાપ કેવી રીતે અટકાવી શકાય છે. જ્યારે લગ્નના સમયે કુંડળી મેળવવાની જગ્યા પર સિકલ સેલના કાર્ડ મેળવી લગ્ન કરવા જોઈએ કે જેનાથી આવનાર પેઢીમાં સિકલ સેલ ન આવે. સમગ્ર ઉપરોક્ત શાળાઓમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



