ARAVALLIGUJARATMODASA

શિક્ષણ જગતને શરમમાં મૂકે તેવી તસ્વીરો : મોડાસાના મેઢાસણ પ્રા.શાળામાં જર્જરિત ઓરડામાં ભણતર મેળવતા વિદ્યાર્થીઓ..? ચોમાસામાં ટપકી રહ્યું છે પાણી 

અહેવાલ

 

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

 

શિક્ષણ જગતને શરમમાં મૂકે તેવી તસ્વીરો : મોડાસાના મેઢાસણ પ્રા.શાળામાં જર્જરિત ઓરડામાં ભણતર મેળવતા વિદ્યાર્થીઓ..? ચોમાસામાં ટપકી રહ્યું છે પાણી

શિક્ષણ ને લગતી વાતો જયારે સામે આવે છે ત્યારે અવનવા અભિગમો થકી વિધાર્થીઓ ભણવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે પરંતુ ડબલ એન્જીન ની સરકાર હજુ પણ ઘણી શાળાઓ એવી છે જ્યાં આજે પણ વિધાર્થીઓ નવીન શાળા અને ઓરડાઓ માટે જંખી રહ્યાં છે અને હાલ એક વિડિઓ અને તસ્વીર વાયરલ થઇ છે જે જોઈ ને સૌ કોઈ ચોકી જશો

અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મેઢાસણ પ્રા.શાળામાં જર્જરિત ઓરડામાં ભણતર મેળવતા વિદ્યાર્થીઓ મજબુર બન્યા છે હાલ શાળાના ઓરડાઓ નોનયુઝ કરાયા છતાં જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણતા હોય તેવું લાગી રહ્યું છે હાલ શાળામાં 9 નળિયાવાળા અને 2 ધાબાવાળા ઓરડા જર્જરિત છે વધુમાં જૂન 2022 માં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલકે ઈજનેરે ઓરડા નોનયુઝ હોવાનું આપ્યું હતું પ્રમાણપત્ર અને ઓરડાઓનો ઉપયોગ ન કરવા અન્ય સલામત જગ્યાએ સ્થળાંતર કરવાનો પ્રમાણપત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ આ બધી બાબતો ને લઇ હાલ ચોમાસાની ઋતુમાં ચાલુ વરસાદે ઓરડાઓ માં ટપકતા પાણી વચ્ચે ભણતા વિદ્યાર્થીઓ મજબુર બન્યા હોય તેવું લાગી રહ્યું છે અને જેને લઇ

જાગૃત નાગરિકે શાળાનો વિડીયો વાઇરલ કરી તંત્ર ની પોલ ખોલી હતી વાયરલ વિડિઓ જોતા ઓરડાઓ અને લાંબીમાં પાણી ટપકી રહ્યું છે ત્યારે આ તસ્વીર જોઈ ને શિક્ષણ જગત શરમમાં મુકાયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લા શિક્ષણના અધિકારીઓ જાગે અને કંઈક વિચારે અને જ્યાં ઓરડાઓ ની જરૂરિયાત છે ત્યાં ઝડપથી નવીન ઓરડાઓ બનાવવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!