GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પીપળી ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની તસ્કરો ચોરી ગયા

MORBI:મોરબીના પીપળી ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની તસ્કરો ચોરી ગયા
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ ગજાનંદ સોસાયટીમાં રહેણાંક બહાર પાર્ક કારેલ બાઇકની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. જે અંગે ગજાનંદ સોસાયટીમાં રહેતા રાજવીરસિંહ હેમંતસિંહ જાડેજા ઉવ.૨૩ એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૮/૦૬ના તોજ ઘર બહાર પાર્ક કારેલ બાઇક રજી.નં. જીજે-૩૬-કે-૮૮૮૪વાળું બાઇક કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયા હોય. હાલ તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપસના ચક્રો ગતિમાન કર્યા છે.







