હરિધામ-સોખડા ખાતે ગુરુપૂર્ણિમાનો અવસર પ્રગટ ગુરુહરિ પ્રેમસ્વરૂપ સ્વામીજીના આશીર્વાદ સાથે ખૂબ જ ધામધૂમ અને ભવ્યતા-દિવ્યતાથી ઉજવાયો.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૩/૦૭/૨૦૨૪
ગુરુપૂર્ણિમા ! સનાતન ભારતીય સંસ્કૃતિનો અણમોલ અને ગૌરવવંતો દિવસ ! દરેક શિષ્ય માટે મહિમાવંતો દિવસ ! ગુરુચરણે યત્કિંચિત ઋણ અદા કરવાનો અવસર ! આવી એક ઉત્કૃષ્ટ ભાવનાથી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ-સોખડા ખાતે આજે ગુરુપૂર્ણિમાનો અવસર પ્રગટ ગુરુહરિ પ્રેમસ્વરૂપ સ્વામીજીના આશીર્વાદ સાથે ખૂબ જ ધામધૂમ અને ભવ્યતા-દિવ્યતાથી ઉજવાયો.
આ મંગલ અવસરે શ્રી ઠાકોરજીના દર્શન અને ગુરુપૂજન માટે વહેલી સવારથી જ માનવ મહેરામણ ઉમટ્યો હતો. ગુરુપૂર્ણિમાના અવસર નિમિત્તે વડીલ સંતવર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજી અને પૂજ્ય સંતવલ્લભ સ્વામીજીના સાંનિધ્યમાં એક સત્સંગ સભા દ્વારા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીશ્રી અને પ્રગટ ગુરુહરિ પ્રેમસ્વરૂપ સ્વામીજીનું અને ગુરુમહિમાનું ગાન કરવામાં આવ્યું હતું.
વિશેષ રૂપે ગુરુનાં ગમતામાં જીવન જીવી; ગુરુવચને સરળ રહીએ, ગુરુચરણે મન-બુદ્ધિનું સમર્પણ કરીએ એ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં શ્રીમદ્ ભાગવતના ત્રીજા સ્કંધના શ્લોકનો સંદર્ભ આપીને ‘સંત એ મોક્ષનું દ્વાર છે’ એવા સંત-ગુરુ આપણને પ્રેમસ્વરૂપ સ્વામીજીના રૂપમાં મળ્યા છે એ વાત વડીલ સંતવર્ય પૂજ્ય સંતવલ્લભ સ્વામીજીએ સુપેરે સમજાવી.
પૂજ્ય નિર્મળ સ્વામીજીએ ‘આ ધરાતલ પર ગુરુ દ્વારા પ્રભુ કાર્ય કરી રહ્યા હોય છે’ આપણને એવા બ્રહ્મસ્વરૂપ સંતની નિશ્રામાં સાધના કરવાની મળી છે; એ આપણું પરમ સૌભાગ્ય છે. એ ગુરુનો મહિમા અતિશય મોટો છે એ વાત પ્રસંગો વર્ણવીને ભક્તોમાં નિષ્ઠા અને સમર્પણ માટેની આહલેક જગાવી.
આ ઉત્સવમાં વડોદરા શહેર અને ગ્રામ્ય, અમદાવાદ, પાદરા, જંબુસર, છોટાઉદેપુર, નસવાડી, કવાંટ, પંચમહાલ, ડભોઇ, વાઘોડિયા, સાવલી અને હાલોલ વગેરે તાલુકાના અને આસપાસના વિસ્તારના લગભગ ૧૫,૦૦૦ ભક્તોએ સંતોના પૂજન અને મહાપ્રસાદનો લાભ લઈને કૃતકૃતજ્ઞતાનો ભાવ અર્પણ કર્યો.