BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ચાંદીપુરા રોગ સામે સાવચેતીના પગલા ભરવા આરોગ્ય વિભાગને પત્ર લખવામાં આવ્યો

ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ચાંદીપુરા રોગ સામે સાવચેતીના પગલા ભરવા આરોગ્ય વિભાગને પત્ર લખવામાં આવ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા દ્વારા આજરોજ જિલ્લા આરોગ્ય વિભાગને પત્ર લખી ચાંદીપુરા વાયરસ સામે સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે તેઓએ પત્રમાં જણાવ્યું હતું કે હાલ રાજ્યભરમાં ચાલતા ચાંદીપુરા વાઇરસ તથા મચ્છર જન્ય રોગો ફેલાતા હોય જે ઝઘડીયા તાલુકામા ગ્રામજનો તેમજ વધારે વસ્તીવાળા વિસ્તારમાં ચાંદીપુરા વાઇરસ તથા મચ્છર અને પાણીજન્ય રોગોનો ઉપદ્રવ અટકાવવા માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવા જરૂરી કાયૅવાહી કરવા ની માંગ કરવામાં આવી છે અને વધુ મા જણાવ્યું હતું કે ઝઘડીયા તાલુકાની બાજુના નેત્રંગ તાલુકાના ધાંણીખૂટ ગામ ખાતે ચાંદીપુર વાઇરસનો એક શંકાસ્પદ કેશ મળી આવતા ઝઘડીયા તાલુકામાં પણ સાવચેતીના પગલા ભરવા જરૂરી છે, તેમજ તાકીદે મેડીકલ સર્વે તેમજ દવાનો છંટકાવને લગતી કામગીરી તાત્કાલીક ધોરણે કરવામાં આવે એવી માંગ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Check Also
Close
Back to top button
error: Content is protected !!