GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

25 જુલાઈના રોજ મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ ત્રણ જીલ્લાઓમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાશે.

 

તારીખ ૨૪/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા હાલ મિશન વિસ્તાર કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ ગુજરાતના તમામ ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાઓની મુલાકાત લઈ રહ્યા અને ગુજરાતના તમામ ૫૫,૦૦૦ બુથના બુથ નિર્માણ વિશે મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે ૨૫ જુલાઈના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તથા પ્રદેશ મંત્રી જયેશભાઈ સંગાડા મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લા ખાતે આયોજિત બેઠકમાં ભાગ લેશે. સૌથી પહેલા મહીસાગર ખાતે સવારે ૯:૩૦ કલાકે મીટીંગ યોજાશે. ત્યારબાદ ગોધરા ખાતે ડોક્ટર તાહેર અલી હોલમાં બપોરે ૧૨:૩૦ કલાકે પંચમહાલ જિલ્લાની મીટીંગનું આયોજન થશે. ત્યારબાદ દાહોદ ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી સમાજ વાડી ખાતે સાંજે ૩:૦૦ કલાકે મિટીંગ યોજાશે.મહીસાગર, પંચમહાલ અને દાહોદની બેઠકમાં પ્રદેશના નેતાઓની સાથે સાથે પંચમહાલના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીયા, દાહોદના લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારીયા અને દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા સહિત સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહેશે. આ ત્રણેય બેઠક દરમિયાન જીલ્લા સંગઠનને અને બુથ સંગઠનને મજબુત કરવા માટેની ચર્ચા કરવામાં આવશે, જરૂરી નિર્ણયો લેવામાં આવશે અને જરુરી જવાબદારીઓ નક્કી કરવામાં આવશે. આ સિવાય જીલ્લાના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે અને આ પ્રશ્નોના સમાધાન માટે રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ સિવાય આગામી ચૂંટણીઓમાં કઈ રીતે જનતાના સવાલ ઉઠાવવા, કઈ રીતે મીટીંગો કરવી અને કઈ રીતે રણનીતિ બનાવવી તેના ઉપર પણ માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે જે પણ લોકો ચૂંટણી લડવા માંગતા હોય તેમને પણ ચૂંટણીલક્ષી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!