GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં આવેલ કારગીલ ના શહીદ સ્મારક પાસેના દબાણો દુર કરવા રજુઆત. ભારત કારગિલ વિજય દિવસ ની કરી રહ્યું છે ઉજવણી ત્યારે કેશોદ નગરપાલિકા શહીદ સ્મારક ની શોભા વધારશે ખરી…!

એ જવાનનું ઝુનુન તો જુઓ, સેનામાં 9 વખત નાપાસ થવા છતાં, હાર ન માની અંતે સેનામાં જોડાઈ શહાદત મેળવી શહીદ હરેન્દ્રગીરી ગૌસ્વામીની શહાદત દેશ સેવાને કેશોદ વાસીઓ કરે છે યાદ...

વર્ષ 1999માં થયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની કારગીલ લડાઈમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામના સૈનિક હરેન્દ્રગીરી ગૌસ્વામી માતૃભૂમિની રક્ષા કરતા કરતા યુદ્ધમાં શહીદ થયા હતા, ત્યારે દેશ સેવાની ખુમારી સાથે ભારતીય સૈન્યમાં જોડાનાર નરેન્દ્રગીરી ગૌસ્વામીએ માં ભોમના રક્ષણ કાજે શહીદ થવાનું બહુમાન મેળવ્યું છે, જે જૂનાગઢ જિલ્લાને આજે પણ ગૌરવવંતો બનાવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી હતી, ભારતના સૌથી ઊંચા બારામુલા કારગીલ સરહદ પર ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ ખૂબ જ ગર્વથી પાકિસ્તાનના નાપાક ઈરાદાને નેસ્ત નાબુદ કર્યો હતો. ભારતની સૌથી ઉંચી કહી શકાય તેવા બારામુલા કારગીલ સેક્ટરમાંથી પાકિસ્તાની ઘુસણખોરોને ખદેડીને વિજય પ્રાપ્ત થયો હતો. આ વિજય અપાવવા માં જૂનાગઢ જિલ્લાનું પણ યોગદાન છે, કેશોદ તાલુકાના કોયલાણા ગામમાં જન્મેલા શહિદ હરેન્દ્રગીરી ગૌસ્વામીએ પાકિસ્તાની ઘુસણખોરોના ઇંટનો જવાબ પથ્થરથી આપીને માં ભોમની રક્ષા કરતાં કરતાં શહીદી વ્હોરી હતી. શહીદ હરેન્દ્રગીરી ગૌસ્વામી ની અંતિમયાત્રા સમયે સમગ્ર કેશોદ શહેર સ્વયંભુ બંધ પાળી સ્વમાનભેર વસમી વિદાય આપી હતી અને કેશોદના માંગરોળ રોડ પર આવેલ દશનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થળ ખાતે સમાધિ આપી શહીદ સ્મારક બનાવવામાં આવેલ છે. કેશોદના માંગરોળ રોડ પરથી શહીદ સ્મારક જવાના રસ્તામાં ટીલોળી નદી કિનારે ગેરકાયદેસર દબાણો કરી બાંધકામ કરવામાં આવતાં કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ કેશોદ નગરપાલિકા સતાધીશો ને લેખિતમાં રજુઆત કરી ગેરકાયદેસર દબાણો દુર કરવા માંગણી કરી છે. કેશોદ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરવા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે…

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!