
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા ધનસુરા રોડ પર આવેલ દલીલપુર વિસ્તારના પ્રસિદ્ધ હનુમાનજી મંદીર યથાસ્થિતિમાં જાળવી રાખવા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું
અરવલ્લી જિલ્લામાં મોડાસા ધનસુરા રોડ પર આવેલ દલીલપુર વિસ્તારના પ્રસિદ્ધ હનુમાનજી મંદીર યથાસ્થિતિમાં જાળવી રાખવા બાબત આજે વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દર અને હિન્દૂ સામાજિક આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું,દલીલપુર ખાતે હનુમાનજી મંદિર ૫૦૦ વર્ષ કરતા વધુ સમય થી સ્થિત છે,આ મંદિર લાખોની આસ્થા અને શ્રધ્ધા કેન્દ્ર હોય,ત્યારે ગત તારીખ ૧૮ જુલાઈ ના રોજ રાઉન્ડ ફોરેસ્ટર ભેરુન્ડા મારફતે,રેન્જ ફોરેસ્ટ મોડાસા ના મથાળા હેઠળ મંદિરના મહંત ને સંબોધી નોટીસ પાઠવેલ છે જેમાં હનુમાનજી મંદિર ખાતે દબાણ હોય એવું જણાવી દિન સાત માં પુરાવા સુપ્રત કરવા અન્યથા દબાણ દૂર કરવા જણાવવામાં આવ્યું છે. હનુમાનજીમંદિર ના પૌરાણિક અને ઐતિહાસિક વારસાને જાળવી રાખવા અરવલ્લી જિલ્લા કલેકટરને અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ અને હિન્દૂ આગેવાનોએ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી




