પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી., ગીર સોમનાથ

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય,જે અનુસંધાને એલ.સી.બી.ના ઈ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.બી.વોરા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફને સંયુકત રીતે મળેલ આધારે ઉના પો.સ્ટે વિસ્તારમાં કાજરડી ગામે પ્લોટ વિસ્તાર પાયલ કરીયાણા સ્ટોર વાળી ગલી ચામુંડા નિવાસ મકાને પ્રોહી અંગે રેઇડ કરી ઉના પો.સ્ટે. ગુ.ર.નં.૧૩૪૯/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(ઇ), ૮૧ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આરોપીઓ(૧) સુનીલ ઉર્ફે શક્તિ સાકુળભાઈ ચારણીયા, ઉ.વ ૨૪ ધંધો મજુરી રહે. કાજરડી પ્લોટ વિસ્તાર ચામુંડા નિવાસ તા.ઉના જી.ગીર સોમનાથ(૨) બીજલભાઈ ગોવીંદભાઇ બાંભણીયા ઉવ.૨૮ ધંધો માછીમારી રહે. કાજરડી રામાતાડ વિસ્તાર તા.ઉના(૩) પંચમુર્તી વાઇન શોપના સંચાલક દીવ કેન્દ્રશાસીત પ્રદેશ (પકડવાનો બાકી)કબ્જે કરેલ મુદામાલ(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૫૩૭ કિ.રૂ ૩૫,૨૫૦/-(૨) મોબાઇલ નંગ-૦૨ કી.રૂ.૭,૦૦૦/-કુલ મુદામાલ કી.રૂ.૪૨,૨૫૦/-આ કામગીરી કરનાર અધિ કર્મચારીઓએલ.સી.બી. ઈ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. એ.બી.વોરા, એ.એસ.આઇ. નરવણસિંહ ગોહીલ, ગોવિંદભાઇ વંશ, પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા, પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી, એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. નટુભા બસીયા, રાજુભાઇ ગઢીયા, પો.કોન્સ. રાજુભાઇ પરમાર અધિકારીઓએ મુદ્દા માલ કબજો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વાત્સલ્ય સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ





