GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના ઈશ્વરનગર ગામે જુગાર રમતાં ૬ ઇસમો ઝડપાયા 

 

Halvad:હળવદના ઈશ્વરનગર ગામે જુગાર રમતાં ૬ ઇસમો ઝડપાયા

 

 

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સોને હળવદ પોલીસે પકડી લીધેલ છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ રૂ.૧૫,૯૦૦/- કબ્જે લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પો.હેડ.કોન્સ. વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડીયા તથા પો.કોન્સ. દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે ઈશ્વરનગર ગામે દરોડો પાડતા તળાવની પાળ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જાલરીયા ઉવ.૪૮, જગદીશભાઈ માવજીભાઈ ચડાસણીયા ઉવ.૫૦, લાલજીભાઈ પ્રેમજીભાઈ પટેલ ઉવ.૫૪, વિનોદભાઈ કરશનભાઈ રૂપાલા ઉવ.૫૫, પરસોતમભાઈ મગનભાઇ વિડજા ઉવ.૪૦, કાંતિલાલ કેશવજીભાઈ કાલરીયા ઉવ.૪૫ તમામ રહે.ઈશ્વરનગર તા.હળવદને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડ રકમ રૂ.૧૫.૯૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

Back to top button
error: Content is protected !!