RAMESH SAVANI
સરકારની આલેચના કરનાર સૌથી મોટા દેશપ્રેમી છે !
28 જુલાઈ 2024ના રોજ, ગાંધીનગરના 100થી વધુ માલધારી નાગરિકો સમક્ષ અમદાવાદમાં ‘બંધારણીય મૂલ્યો અને નાગરિક અધિકારો’ વિશે ચર્ચા કરી. તેમાં વ્યક્ત કરેલ મહત્વના મુદ્દાઓ :
[1] આપણે ભારત બનાવ્યું છે તે કોઈ તુક્કો નહોતો. એ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય, બંધુતા અને વ્યક્તિનું ગૌરવ જેવા આદર્શો સિદ્ધ કરવા બનાવ્યું છે.
[2] દરેક નાગરિકને તેનો પોતાનો વિકાસ કરવાની સ્વતંત્રતા અને તક મળવાં જોઈએ. તો જ અસમાનતા ઓછી થાય. બંધારણ એ આદર્શ સાથે રચાયું છે.
[3] નાતજાત, પ્રદેશ, ધર્મ તથા સંપ્રદાયના ભેદભાવો સમાજમાં છે માટે એ સરકારમાં પણ ઘૂસે છે. સરકાર કોઈ પણ ભેદભાવ વિના વર્તે એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે.
[4] સરકાર વેરા નાખીને કે દેવું કરીને પૈસા લે છે એ નાગરિકોના પૈસા છે. એટલે એ કેવી રીતે ખર્ચે છે તેનો હિસાબ બરાબર આપે એ સરકારની જવાબદારી છે. લોકો એનો હિસાબ માંગે તો એ દેશદ્રોહી થઈ જતા નથી.
[5] દેશપ્રેમ કોઈ નેતા કે કોઈ રાજકીય પક્ષનો ઈજારો હોઈ શકે નહિ. સરકારની આલોચના જે કોઈ કરે છે એ ખરો દેશપ્રેમી છે કારણ કે તેથી સરકાર સુધરે તેવી તક રહે છે.
[6] આપણી સ્વતંત્રતા એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. કોઈ પણ સરકાર એ ખૂંચવી લેવાનો પ્રયાસ કરે તો એનો વિરોધ કરવો એ આપણી સૌ પ્રથમ ફરજ છે, કારણ કે આપણે માણસ તરીકે જન્મ્યા છીએ.
[7] લોકશાહી બહુ મૂલ્યવાન રાજકીય વ્યવસ્થા છે. એને સાચા અર્થમાં ટકાવવી એ જ નાગરિકોનું કર્તવ્ય છે.
[8] ભિખારીઓ જોઈને શરમ આવતી હોય તો કરોડપતિઓથી પણ શરમ આવવી જોઈએ. ગાંધીજીએ કહ્યું હતું કે કરોડપતિઓ અને ભિખારીઓ બંને એક જ રોગનાં જુદાં જુદાં ચાંદાં છે !rs [સૌજન્ય : હેમંતકુમાર શાહ. કાર્ટૂન : Mir Suhail/ સતિષ આચાર્ય/ આલોક]