JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિન ઉજવણી કરવામાં આવી.

નારી વંદન સપ્તાહઃ મહિલા સુરક્ષા દિન ઉજવણી

વિદ્યાર્થીનિઓને પોલીસ સુરક્ષા સેતુ દ્વારા કરાટે અને સ્વબચાવ અંગેની વિગતો આપવામાં આવી

 જૂનાગઢ તા.૦૨ ઓગસ્ટ૨૦૨૪ (શુક્રવાર) નારી વંદન ઉત્સવની ઉજવણીના ભાગરુપે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિન ઉજવણી કરવામાં આવીઘરેલુ હિંસા અધિનિયમ૨૦૦૫ અન્વયે જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન રામવાડીમજેવડી ખાતે કરવામાં આવ્યું હતું. ઘરેલુ હિંસા સામે રક્ષણના કાયદાઓમહિલાલક્ષી કાયદાસાયબર ક્રાઇમવિવિધ યોજનાઓની વિગતો અંગે તજજ્ઞશ્રીઓ દ્વારા મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જિલ્લા કાનૂની સેવા સતા મંડળ સેક્રેટરીશ્રીજિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી.જી.સોજીત્રાદહેજ પ્રતિબંધક અધિકારી શ્રી બી.ડી.ભાડ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગનીસખી વન સ્ટોપ સેન્ટર૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનપોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરબેટી બચાવો બેટી પઢાવોવ્હાલી દીકરી યોજના સહિત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત વિગતો પૂરી પાડવામાં આવી હતી. શ્રી એન.આર.વેકરિયા માસ્ટર ઓફ લો કોલેજના પ્રોફસર ડૉ.નિરંજનાબેન મહેતાએમહિલાઓના બંધારણીય અધિકારોઘરેલુ હિંસા સામે રક્ષણના કાયદાઓ વગેરે વિશે માહિતગાર કર્યા હતા.

ટી.ડી.ડી. હાઈસ્કૂલ અને યુ.ડી.ડી. ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ  મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે મજેવડી ખાતે મહિલા સુરક્ષા રેલીમાં જોડાઇ હતીરેલીમાં મહિલા અને બાળ અધિકારીશ્રીદહેજ પ્રતિબંધક અધિકારીશ્રીહાઈસ્કૂલનાં શિક્ષકો, DHEW, PBSC, OSC સ્ટાફ૧૮૧ અભયમ, SHE TEAM તેમજ શાળાઓની વિદ્યાર્થિનિઓ જોડાઇ હતી. વિદ્યાર્થીનિઓને પોલીસ સુરક્ષા સેતુ દ્વારા કરાટે અને સ્વ-બચાવની તાલીમ આપવામાં આવી. વિદ્યાર્થીનીઓનેસમાજમાં બનતા સાયબર ક્રાઈમ શું છે અને તેના સામેના પોલીસ દ્વારા કરવામાં આવતી રક્ષણાત્મક કામગીરી વિશે વિદ્યાર્થિનિઓને વિગતો આપવામાં આવી.

બાલિકા પંચાયતના સરપંચશ્રીઉપસરપંચશ્રી અને સભ્યો સાથે સંવાદ કરી બાલિકા પંચાયતની શું કામગીરી છે તે માટેની વિગતો આપવામાં આવી. જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા  મહિલા સુરક્ષા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!