JUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં સ્પા સેન્ટરો પર પોલીસનો સપાટો : જાહેરનામા ભંગ બદલ ૦૮ સંચાલકો સામે ગુનો દાખલ

CCTV ફૂટેજમાં બેદરકારી દાખવતા સંચાલકો સામે લાલ આંખ : SOG સહિતની ટીમોનું મેગા ચેકિંગ

CCTV ફૂટેજમાં બેદરકારી દાખવતા સંચાલકો સામે લાલ આંખ: SOG સહિતની ટીમોનું મેગા ચેકિંગ
​વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રેન્જ ડી.આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના મુજબ શહેરના વિવિધ સ્પા સેન્ટરોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાના નિયમો અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા કુલ ૦૮ સ્પા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે.
જેમાં SOG ઇન્ચાર્જ પી.આઈ. કૃણાલ એમ. પટેલ તથા LCB અને પેરોલ ફર્લો સ્કવોડની અલગ-અલગ ટીમો દ્વારા જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત સ્પામાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન ખાસ કરીને સીસીટીવી કેમેરાનું ૩૦ દિવસનું ફૂટેજ બેકઅપ રાખવામાં આવ્યું છે કે કેમ, તેની ચકાસણી કરવામાં આવી હતી. અનેક સ્પામાં આ નિયમનો ભંગ જોવા મળતા પોલીસ ટીમોએ કડક વલણ અપનાવ્યું છે.

Back to top button
error: Content is protected !!