
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા- ૦૩ ઓગસ્ટ : માંડવી તાલુકાના બિદડા ગામમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત અને આખાં વિશ્વભરમાં જાણીતું એવું સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ સંચાલિત રતનવીર નેચર કેર ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થેરાપી માટે આવેલા વૃદ્ધા પાસે રહેલી રોકડ રકમ સાથે દાગીના સહિત કુલ.કિ.રૂા.૨૬,૮૦,૦૦૦ની ચોરી થતાં કચ્છ ભરમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે.ચોરી થયાં નો મામલો કોડાય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવની જાણ થતાં માંડવી પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ સાથે કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા.ફરિયાદી કાજલબેન મહેન્દ્રભાઈ વેરશીભાઈ શાહ નામના વૃદ્ધા મુંબઈથી નેચર કેર સેન્ટરમાં થેરાપી માટે આવ્યા હતા, તો મુંબઈ થી થેરાપી માટે આવેલા વૃદ્ધાના રૂમમાં ઘૂસેલા ચોરે રોકડ, સોના-ચાંદીના હીરાજડિત દાગીના ચોરી થઇ ગયા હતા.કાજલબેન ને થેરાપી માટે રોકાણ માટેનુ ફાળવાયેલા રૂમમાં તેમનો સામાન પડ્યો હતો,તો ફરિયાદી રૂમને તાળું મારી કામથી બહાર ગયા હતા, તે દરમિયાન ગત તા.૨૯- ૭થી ૨-૮ના સમયગાળામાં ચોરીની આ ઘટના બની ગઈ હતી.જેથી પોલીસે આપેલી વિગતો મુજબ, ચાવી કે કોઈ અન્ય સાધન વડે રૂમ ખોલીને અંદર પ્રવેશેલા ચોરે ફરિયાદીની ટ્રોલીબેગમાંથી રોકડા રૂા. ૫૦,૦૦૦ તેમજ સોના- ચાંદીના હીરાવાળા દાગીના તથા ઘડિયાળ એમ રૂા. ૨૬,૩૦,૦૦૦ મળી કુલ રૂા. ૨૬,૮૦,૦૦૦ની આ ચોરી કોઈ જાણભેદુએ કરી છે કે અન્ય કોઈએ તે સહિતની તપાસમાં માંડવી પીઆઈ ડી. ડી.સિમ્પી, બિદડા તથા કોડાય પોલીસ સ્ટાફ જોડાયા હતા અને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.



