પાટડી નાગરીક સહકારી બેંકના 13 ડિરેકટરો માટેની ચૂંટણીની જાહેર

તા.07/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નાગરીક સહકારી બેંકના 13 ડિરેકટરો માટેની ચૂંટણીની જાહેરાત થઈ હતી જેમાં એક સભાસદે ડિરેકટરોમાં એસસી અનામત અને મુદત વીતી બાકીદારોની યાદી બાબતે વાંધા રજુ કર્યા હતા ત્યારે ચૂંટણીનું સુધારેલુ જાહેરનામુ બહાર પડયુ હતુ જેમાં એક બેઠક એસસી, એસટી અનામત જાહેર કરાઈ છે આ ઉપરાંત ફોર્મ ભરવાની તારીખ પણ એક દિવસ લંબાવાઈ છે પાટડીમાં આવેલી નાગરીક સહકારી બેંક તાલુકાની અગ્રણી સહકારી બેંક છે બેંકના 13 ડિરેકટરોની ચૂંટણીનું જાહેરનામુ અગાઉ પ્રસિધ્ધ થયુ હતુ જેમાં બેંકના 13 ડિરેકટરોમાંથી 11 સામાન્ય અને 2 સીટ મહિલા અનામત રાખવામાં આવી હતી જેમાં બેન્કના સભાસદ વિક્રમભાઈ હીંગોરભાઈ રબારીએ ડિરેકટરોમાં એસસી અનામત એક બેઠક ન રાખવામાં આવી હોવાની સભાસદોની યાદીમાં મૃત્યુ પામેલા સભાસદો સામે ડીલીટેડનો સીક્કો ન હોવાની, મુદત વીતી બાકીદારોની યાદી જાહેર ન કરાઈ હોવા બાબતે ચૂંટણી અધીકારીને, જિલ્લા રજીસ્ટ્રાર સુરેન્દ્રનગર અને જોઈન્ટ રજીસ્ટ્રાર રાજકોટને લેખીત રજુઆત કરી વાંધો લીધો હતો ત્યારે બેંકના બોર્ડ ઓફ નોમીનીઝ દ્વારા સુધારેલુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે જેમાં હવે 14 સીટ માટે ચૂંટણી યોજાશે જેમાં 11 સામાન્ય, 2 મહિલા અનામત અને 1 એસટી/એસસી અનામત બેઠક હશે આ ઉપરાંત ફોર્મ ભરવાની તારીખ 5થી 7 ઓગસ્ટના બદલે 6થી 8 ઓગષ્ટ કરવામાં આવી છે જયારે તા. 18 ઓગસ્ટના રોજ પાટડીના કડવા પાટીદાર હોલમાં સવારે 8થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન અને 6 કલાકથી મત ગણતરી હાથ ધરવામાં આવશે આ અંગે બેંકની ચૂંટણીના અધીકારી મુકેશ દેસાઈએ જણાવ્યુ કે, વાંધા અરજી બાદ એસસી/એસટી અનામત બેઠકનો ઉમેરો કરાયો છે આ ઉપરાંત મુદત વિત્યા બાકીદારોની યાદી અને મૃતક સભાસદોના નામ સામે ડીલીટેડ સહિતની મતદાર યાદી પણ પ્રસીધ્ધ કરાઈ છે બાદમાં વિક્રમભાઈ રબારી, સતીશભાઈ ચંદારાણા, રસિકભાઈ સોમેશ્વરા સહિતના આગેવાનો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટડી દસાડાના પૂર્વ ધારાસભ્ય અને હાલના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નવસાદ ભાઈ સોલંકી આ કામગીરી કરનાર વિક્રમભાઈ રબારીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને વિક્રમભાઈ રબારીએ એસી અનામત માટે છે રજૂઆત કરી અને લડત કરી અને તેમનો હક અપાવ્યો તે સર્વ સમાજ માટે એક સારી સેવા અને સારી કામગીરી કહેવાય કેવું અંતમાં તેમને જણાવ્યું હતું.



