

સુરેન્દ્રનગરનાં રાવળીયાવદર ગામે બળાત્કારની ઘટના બનતા દરેક સમાજમાં આક્રોશ.
કલેકટર કચેરી ખાતે કોળી, ઠાકોર સમાજના લોકો એકઠા થઈ દીકરીની ન્યાય માટે માંગણી કરી.
સૂર્યવંશી સેવા ટ્રસ્ટ દ્વારા તેમજ કોળી ઠાકોર સમાજ દ્વારા આજે તારીખ 7/10/2024 ના રોજ સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ આવેદનપત્ર દેવામાં આવેલ હતું જેમાં રાવળીયાવદર ગામે પાંચ વર્ષની દીકરી માથે બળાત્કાર કરવામાં આવેલ હતો તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં સૂર્યવંશી સેવા ટ્રસ્ટના કાર્યકર્તાઓ, સમાજના અગ્રણીઓ તેમજ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા


