VADODARA:ડિજિટલ અર્થતંત્રમાં MSME ને સશક્ત બનાવવા વડોદરામાં ઈ-કોમર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો: 101 ઉદ્યોગસાહસિકોએ લીધો ભાગ

VADODARA:ડિજિટલ અર્થતંત્રમાં MSME ને સશક્ત બનાવવા વડોદરામાં ઈ-કોમર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો: 101 ઉદ્યોગસાહસિકોએ લીધો ભાગ
દેશના ડિજિટલ અર્થતંત્રમાં સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોનો વ્યાપ વધારવા અને તેમને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડોદરામાં એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમ સંપન્ન થયો છે. ઉદ્યોગ સાહસ વિકાસ સંસ્થા (EDII) દ્વારા કેન્દ્ર સરકારની RAMP (Raising and Accelerating MSME Performance) યોજના અંતર્ગત, ગુજરાત સરકારના MSME કમિશનરેટના સહયોગથી અને CGCCI ના સહકારમાં ગત ૧૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ વડોદરાના વાણિજ્ય ભવન ખાતે આ ખાસ ઈ-કોમર્સ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વડોદરા અને આસપાસના વિવિધ ક્ષેત્રોના ૧૦૧ જેટલા ઉત્સાહી સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગસાહસિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઉદ્યોગસાહસિકોને બદલાતા સમય સાથે કદમ મિલાવવા માટે વિવિધ સરકારી યોજનાઓ અને ડિજિટલ ટૂલ્સ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે:RAMP યોજના અને નવી MSME પોલિસી – વિકસિત ગુજરાતની સવિસ્તાર ચર્ચા.ઈ-કોમર્સ અને ડિજિટલ માર્કેટિંગ દ્વારા વ્યાપાર કેવી રીતે વધારવો તેની સમજ.Google Business Profile, ONDC (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ), અને GeM (ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ) નો ઉપયોગ.Udyam Registration (ઉદ્યમ નોંધણી) અને Walmart Vriddhi પ્રોગ્રામ અંગે ટેકનિકલ માર્ગદર્શન.
આ કાર્યક્રમ માત્ર સૈદ્ધાંતિક ન રહેતા પ્રેક્ટિકલ સાબિત થયો હતો. તાલીમમાં આવેલા તમામ ઉદ્યોગસાહસિકોને ભવિષ્યમાં પણ સતત માર્ગદર્શન અને સહાય મળતી રહે તે માટે RAMP યોજના હેઠળ જોડીને એક ખાસ WhatsApp ગ્રુપ બનાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત, ‘Walmart Vriddhi’ માસ્ટરક્લાસ અંતર્ગત સ્થળ પર જ ૬ (છ) નવા ઉદ્યોગસાહસિકોનું Flipkart Seller તરીકે ઓનબોર્ડિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે ૪ (ચાર) ઉદ્યોગસાહસિકોએ વિદેશમાં વેપાર કરવા માટે Cross Border Trade (CBT) રજીસ્ટ્રેશન નોંધાવ્યું હતું.કાર્યક્રમમાં વિષય નિષ્ણાતો દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું:શ્રી હેતલ પાઠક દ્વારા RAMP યોજનાની રૂપરેખા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ અંગે ટેકનિકલ સત્રોનું સંચાલન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.શ્રીમતી શ્વેતા શર્માએ ઉદ્યોગસાહસિકોને ડિજિટલ વ્યવસાયના નવા અવસરો ઓળખવા અને બજારના વિસ્તરણ (Market Expansion) માટે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું.શ્રીમતી સચિના ગુરુંગ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન (Coordination) કરવામાં આવ્યું હતું.EDII ના સત્તાધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ MSME ઉદ્યોગસાહસિકોને ડિજિટલ રીતે સક્ષમ બનાવવા, માર્કેટ લિંકેજ પૂરું પાડવા અને તેમના વ્યવસાયના સર્વાંગી વિકાસ માટે સંસ્થા દ્વારા આ પ્રકારના પ્રયાસો અને સહાય સતત ચાલુ રહેશે.








