MORBI:મોરબી શ્રદ્ધા સોસાયટીમાંથી રૂ. ૮૭ હજારથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો

MORBI:મોરબી શ્રદ્ધા સોસાયટીમાંથી રૂ. ૮૭ હજારથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો
મોરબી એસ.ઓ.જી. (Special Operations Group) સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવલખી રોડ પર આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.
એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળી હતી કે, નવલખી રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતો મયુરભાઈ બાબુભાઈ ગોગરા પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન (MD) પાવડરનો જથ્થો રાખીને ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે.આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન મકાનમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તથા અન્ય સામગ્રી મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો કુલ રૂ. ૧,૦૯,૭૭૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે: મેફેડ્રોન પાવડર: ૨૯.૨૪ ગ્રામ (કિંમત રૂ. ૮૭,૭૨૦/-)રોકડ રકમ: રૂ. ૧૧,૫૫૦/- (ડ્રગ્સના વેચાણથી મેળવેલ)મોબાઈલ ફોન: ૧ નંગ (કિંમત રૂ. ૧૦,૦૦૦/-)ડિજિટલ/નાનો વજનકાંટો: ૧ નંગ (કિંમત રૂ. ૫૦૦/-)આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની કલમ-૮(સી), ૨૧(બી), અને ૨૯ મુજબ ગુનો નોંધી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની તપાસ સોંપવામાં આવી છે.







