KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સહિત સમગ્ર જિલ્લામાં એક પેડ મા કે નામ અંતર્ગત ૨૦૦૦ આંગણવાડીઓમાં ૧૨૦૦૦ થી વધુ પ્લાન્ટનું વાવેતર

 

તારીખ ૦૭/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

‘એક પેડ મા કે નામ’ નો સંકલ્પ સાકાર કરવા સમગ્ર રાજ્યમાં યોજાયેલ‘એક પેડ મા કે નામ” કાર્યક્રમ અંતર્ગત કાલોલ સહિત અન્ય પંચમહાલ જિલ્લાની ૨૦૦૦ આંગણવાડીઓમાં ઉપસ્થિત કર્મયોગીઓ દ્વારા ૧૨૦૦૦ થી વધુ રોપાઓને વાવવામાં આવ્યા છે.જિલ્લાની દરેક આંગણવાડી કેન્દ્રોના પ્રાંગણમાં પોષણક્ષમ તેમજ ઔષધીય છોડવાઓનું પોતાની માતાના નામે ઉપસ્થિત કર્મયોગીઓએ વાવેતર કર્યું હતું. આ સાથે બાળકોએ પણ ઉત્સાહભેર તેમની માતા અને વાલીઓ સાથે ભાગ લીધો હતો. જિલ્લામાં આંગણવાડી કેન્દ્ર સાથે સાથે સગર્ભા,ધાત્રી માતાઓ, કિશોરીઓને તેમના ઘરે રોપાઓના વાવેતર માટે વિતરણ કરાયા હતા.ઉલ્લેખનીય છે કે આંગણવાડીઓ સહિત સમગ્ર જિલ્લામાં એક પેડ માટે નામ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું તેમ જિલ્લા પ્રોગ્રામ અધિકારી આઈ.સી.ડી.એસ પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!