MORBI:વતન નો ઋણ ચૂકવવાનો પ્રયાસ! કાંતિપુર પ્રા. શાળાના તમામ બાળકોને યુનિફોર્મ ની ભેટ આપી!
MORBI:વતન નો ઋણ ચૂકવવાનો પ્રયાસ! કાંતિપુર પ્રા. શાળાના તમામ બાળકોને યુનિફોર્મ ની ભેટ આપી!
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્યમ્ ન્યુઝ મોરબી)
જે ધરતી પર જન્મ લીધો હોય અને બહારગામ ધંધા રોજગાર માટે ગયા હોય તો તેમાંથી ઘણા લોકો જન્મભૂમિ નું ઋણ ચૂકવવાનું ઘણા લોકોને સુજે છે આવુ મોરબી તાલુકાના કાંતિપુર ગામે જોવા મળ્યું છે.
મોરબી તાલુકાની કાંતિપુર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ નિવૃત્ત શિક્ષક તથા ગામના જ વતની એવા સાણજા પ્રભુભાઈ સામજીભાઈ તથા એમના પરિવાર દ્વારા શાળાના તમામ બાળકોને યુનિફોર્મ અણમોલ ભેટ આપવામાં આવી છે.આ અગાઉ ગયા વર્ષે પણ પ્રભુભાઈ સાણજા દ્વારા બાળકોને યુનિફોર્મ કરાવી આપ્યો હતો.શાળામાં જ્યારે પણ કોઈપણ વસ્તુની જરૂર પડે પ્રભુભાઈ અને એમનો પરિવાર હંમેશા શાળા માટે હાજર જ હોય છે, એમની શિક્ષણ પ્રિય ભાવના અને શાળા તથા ગામનું ઋણ ચૂકવવા હંમેશા તત્પર રહેતા પ્રભુભાઈ સાણજા સમાજ અને જનજન માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. આ સિવાય એમના પુત્ર ડો. સતિષભાઈ સાણજા (માહી હોસ્પિટલ, રાજકોટ) પણ પિતા સમાન લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે કે જેઓ પાસે ખ્યાલ આવે કે કોઈ પોતાના ગામ કાંતિપુર થી કોઈ વ્યક્તિ દવા લેવા આવ્યું છે તો ઓપીડી ચાર્જ પણ લેતા નથી અને શક્ય એવી ઉત્તમ સેવા પૂરી પાડે છે. આજનાં સમયમાં પ્રભુભાઈ સાણજા એ સમાજ અને દેશ માટે પ્રેરક વ્યક્તિત્વ પૂરું પાડે છે. અને પોતાના ગામનું અને શાળાનું ઋણ ઉતારવાનું કાર્ય કરી રહ્યા છે તેમના ઉમદા કાર્ય ને કાંતિપુર પ્રા. શાળા પરિવાર તથા smc કમિટી બીરદાવી રહ્યા છે અને બાળકોને યુનિફોર્મ આપવા બદલ સાણજા પ્રભુભાઈ સામજીભાઈ તથા એમના પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.









