DAHOD
દાહોદના ગરબાડા ચોકડી તરફથી ગારખાયા જતો સર્વિસ રોડ નજીક ભૂગર્બ ગટરને સાફ કરવા ગટરને ખુલ્લી કરાતા અકસ્માતની ભીતિ

તા. ૦૭. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગરબાડા ચોકડી તરફથી ગારખાયા જતો સર્વિસ રોડ નજીક ભૂગર્ભ ગટરને સાફ કરવા ગટરને ખુલ્લી કરાતા અકસ્માતની ભીતિ
દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદના ગરબાડા ચોકડી પડાવ વિસ્તારથી નેશનલ હાઇવે તરફ જતા સર્વિસ રસ્તા નજીક ટર્નીંગ પોઇન્ટ પર ભૂગર્ભ ગટરને સાફ સફાઈ કરવાં એક વર્ષ અગાવ ગટરને ખુલ્લી કરવામાં આવી હતી પણ હાલ સુધી તે ભૂગર્ભ ગટરને બંધ કરવામાં આવી નથી અને કોઈ ઢાંકણ પણ લગાવાવમાં આવ્યુ નથી પણ આં ભૂઘર્ભ ગટરને ખુલ્લી કરાતા અકસ્માત થવાની ભીતિ સર્જાઈ શકે છે અને ભૂગર્ભ ગટરમાંથી નીકળતી દુર્ઘધ ઝેરી જાનવરોથી આસપાસના લોકો હેરાન પરેશાન થયા છે જેમાં વહેલી તકે આં સમશ્યાનું નિરાકરણ કરવામાં આવે એવી આસપાસના લોકો દ્વારા દાહોદ નગરપાલિકાને અરજ કરી વહેલી તકે ગટર બંધ કરે




