વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૮ ઓગસ્ટ : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ કચ્છ ખાતે ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાવાના લીધે ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ કરવામાં આવી હતી. જોકે, ૨-વ્હીલર અને ૪- વ્હીલર (એલ.એમ.વી કાર) ટેસ્ટ ટ્રેકની ક્ષતિનું નિવારણ થઈ જતા ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાની કામગીરી આજથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે. આથી અરજદારો એપોઈમેન્ટ મેળવીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ શ્રી પ્રદિપસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે.