કાલોલ પોલીસ દ્વારા જાહેર માર્ગો ઉપર હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા ઓનું વિતરણ કરાયું.

તારીખ ૦૮/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાપ ને ઉપલા અધિકારી દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો ઉપર તિરંગા નું વિતરણ કરવાનું હોય અને હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવાનો હોય જેથી તે મુજબ કાલોલ પોલીસ સ્ટેશન ના પીઆઈ આર.ડી.ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાહેર માર્ગ ઉપર હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો જેમાં બાઈક ચાલકો તેમજ ફોર વ્હીલર તેમજ તમામ અન્ય વાહન ચાલકો ને તિરંગા ઓનું ફ્રી માં વિતરણ કરી કાર્યક્રમ યોજયો હતો જેમાં કાલોલ પોલીસ સ્ટેશન ના પીઆઈ આર.ડી.ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા તમામ વાહન ચાલકો ને ફી માં તિરંગા ઓનું વિતરણ કરતા તમામ વાહન ચાલકો માં ખુશી જોવા મળી હતી અને કાલોલ પોલીસ સ્ટેશન ના પીઆઈ આર.ડી.ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.






