AHAVADANGGUJARAT

Dang: આહવા તાલુકા પંચાયતમાં પાણીની મોટર ખરીદીમાં ગેરરીતિ થયેલ હોવાના આક્ષેપ સાથે ડી.ડી.ઓ.ને આવેદનપત્ર પાઠવ્યું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં પાણીની મોટર ખરીદીમાં ગેરરીતિ આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપો સાથે ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી મનીષ મારકણા એ ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.ડાંગ જિલ્લાના વિકાસ માટે જાહેર જનતાના ભરેલ ટેક્સમાંથી સરકાર નાણાની ફાળવણી કરે છે.ત્યારે  આહવા તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાપંચ અંતર્ગત 2020-2021માં ગ્રામ પંચાયત વાઈઝ આયોજન (ખરીદીના કામોમાં) આહવા તાલુકાની અમુક ગ્રામ પંચાયતમાં પાણીની મોટર ખરીદી માટે GEM પોર્ટલ પર ટેન્ડર બહાર પાડેલ હતુ.જેમાં 13 પાણીની મોટર ખરીદીનું કામ થયુ છે. જે અંગેની માહિતી ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી મનીષ મારકણા એ RTI દ્વારા  માંગેલ હતી. જેમાં સ્પેશિફિકેશન મુજબ એક ( 1)મોટરની (ફાલકન)કંપનીની ખરીદી 95500 /-  રૂપિયા બતાવવામાં આવી છે અને મનીષ મારકણાએ ઘણી દુકાનમાં આ સ્પેશિફિકેશન મુજબ (ફાલકન)કંપનીની પાણીની મોટર બાબતે તપાસ કરેલ તો આ પાણીની મોટરની કિંમત 14,000 થી 22,000 હજાર સુધીમાં સારામાં સારી આવે તેવુ જાણવા મળ્યુ હતુ.તો પછી તાલુકા પંચાયત આહવા દ્વારા આ પાણીની મોટરની ખરીદીમાં ગેરરીતિ કરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાની જણાઈ રહ્યુ છે.અને આહવા તાલુકા વિકાસ અધિકારીએ બીલ વગેરેના કાગળિયા જોયા વગર બિલ પણ પાસ કરી દેવામાં આવ્યુ છે. અને આવો ભ્રષ્ટાચાર એક પાણીની મોટર ખરીદીમાં કરેલ હોય તો આહવા તાલુકા પંચાયતમાં જો નિષ્પક્ષ  તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે એમ છે. જો એક મોટર ખરીદીનો ભાવ બઝારમાં 18,000 હોય તો 18,000×13 મોટરના =2,34,000  રૂપિયા  થાય તો આહવા તાલુકાના પંચાયતના ટેન્ડર પ્રમાણે 95,500×13મોટરના =12,41,500 રૂપિયા થાય છે.જેથી 10,07,500 રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. ત્યારે આ ટેન્ડરની કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને  ગેરરીતિ કરેલ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા સરકારી ગ્રાન્ટનાં નાણા રિકવર કરવામાં આવે તેવી માંગ સાથે મનીષ મારકણાએ ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ત્યારે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર કેવા પગલા ભરશે તે આવનાર સમય જ બતાવશે..

Back to top button
error: Content is protected !!