GUJARATKUTCHMANDAVI

સડક પરિવહન, ધોરીમાર્ગ અને રેલ્વે ને લગતા કચ્છના પ્રશ્નો ની રજુઆત કરતા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

વાત્સલ્યમ્‌ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૦ ઓગસ્ટ : સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાજી ભારત સરકારના રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજી અને સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી ની મુલાકાત લઈ કચ્છ મોરબીના રેલ્વે તથા રોડ રસ્તાના વિવિધ પ્રશ્નોની વિગતવાર લેખિત મૌખીક રજુઆતો કરી હતી.

રેલ્વે સડક પરિવહન – ધોરીમાર્ગ

કચ્છ થી મુંબઇ તરફ જતી ટ્રેનોને ભચાઉ સ્ટોપેજ

સુરજબારી – સામખીયારી ટોલ ટેક્ષ

કચ્છ – સૌરાષ્ટ્ર ને જોડતી ટ્રેન સેવા

કંડલા – નવલખી કોસ્ટલ હાઇવે

ભુજ – રોહીલા (દિલ્હી) ટ્રેન ને હરિદ્વાર સુંધી લંબાવવા

બાલાસર હાઇવે બાયપાસ

મુંબઇ તરફ જતી ટ્રેનો વાયા મોરબી કરવા

ભીમાસર – ધર્મશાળા રોડ શેખપીર થી પાલારા જેલ – ભુજ સુંધી બાયપાસ

અંજાર સ્ટેશન B ગ્રેડ બનતા તેના અપગ્રેડેશન કરવા તથા સ્ટોપેજ

સામખીયારી – માળીયા સિક્ષ લેન

સૌરાષ્ટ્ર થી મુંબઇ જતી ટ્રેનો ને વાંકાનેર સ્ટોપેજ

ઘડૂલી – સાંતલપુર રોડ

ભુજ – અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો

હળવદ – ટીકર – પલાંસવા રોડ ફોર લેન

કચ્છ ખાણ ખનીજ, ઇન્ડસ્ટ્રીયો – અને પ્રવાસ ક્ષેત્ર ધરાવતું વિશાલ ક્ષેત્રવાળો જીલ્લો છે. લાખો લોકો દેશના વિવિધ પ્રાંતો માંથી રોજગાર ધંધા માટે આવન – જાવન કરે છે.યાત્રિકો ને પુરતી સુવિધા મળે અને સમય અને પૈસાની બચત થાય માટે ફાસ્ટ, સુપર ફાસ્ટ અને વંન્દે ભારત જેવી ટ્રેનોની સુવિધા મળે, તેવી જ રીતે હીરા ઉધોગ, સિરામીક ઉધોગના હબ ગણાતા મોરબી ને પણ કચ્છ – સૌરાષ્ટ્ર અને દેશના વિવિધ પ્રાંતો સાથે જોડતી રેલ સેવા સુવિધા મળે માટે કચ્છ – મોરબી ના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ લોકસભા ના બજેટ સત્ર દરમ્યાન રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજી ને રૂબરૂ મળી લેખિત અને મૌખીક રજુઆતો કરી હતી. ભુજ અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન ભુજ – રોહિલા ટ્રેનને હરિદ્વાર સુંધી લંબાવવા માટે રેલ મંત્રીએ સમંતી દર્શાવી હતી. ભુજ – અમદાવાદ મેટ્રો દેશમાં પ્રથમ હશે. રેલ્વે મંત્રીશ્રી રજુઆતો ની નોંધ લઇ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી સાથે કચ્છ ના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ રૂબરૂ મુલાકાત કરી કચ્છ ના રોડ – રસ્તા હાઇવે અને રાજમાર્ગ ને જોડતા ધોરી માર્ગો વિષે રજુઆત કરતા જણાવ્યુ હતું કે, કચ્છ થી માળીયા – મોરબી નેશનલ હાઇવે ખુબજ ટ્રાફીક અને ભારે વાહનો ના આવન – જાવન થી કાયમ ટ્રાફીક જામ ની પરિસ્થિતી રહે છે. આ રસ્તો સીક્ષ લાઇન બનાવવા, સુરજબારી અને સામખીયાળી વચ્ચે નો રસ્તો ૩૦ કિમી નો છે. અને બે ટોલ ટેક્ષ આવે છે. બે ટોલ ટેક્ષ વચ્ચેનું અંતર ૬૦ કિમી થી વધુ હોવું જોઇયે માટે એક ટોલ ટેક્ષ બંધ કરવાની રજુઆત કરી હતી. રાપર તાલુકાનાં બાલાસર ગામ વચ્ચે થી જતો નેશનલ હાઇવે બાયપાસ કરવા, કંડલા થી નવલખી વાયા માળીયા સમુદ્ર સેતુ રોડ (કોસ્ટલ હાઇવે) બને તો કિલો મીટર પણ ઘટે, બંદરો ના વિકાસમાં ખુબજ ઉપયોગી માર્ગ બની શકે, ભુજ – ધર્મશાળા હાઇવે નંબર ૩૪૧ ભુજ શહેર માંથી પસાર થતો હોઇ શેખપીર થી પાલારા જેલ સુંધી બાયપાસ બનાવવા, હળવદ – ટીકર – પલાંસવા રોડ ફોરલેન બનાવવા, રોડ બનાવવા વન વિભાગની મંજુરી મળે, પ્રવાસન વિભાગ ને વેગ આપતો ઘડૂલી – સાંતલપુર રોડ ના અધુરા કામો પુર્ણ કરવાની રજુઆતો કરેલ છે. રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રીશ્રી નિતિન ગડકરીજી એ બધી જ રજુઆતો ની નોંધ કરી વહેલી તકે પ્રશ્નો નું નિરાકરણ ની ખાતરી સાથે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદશ્રીએ જણાવ્યુ હતું.                  

Back to top button
error: Content is protected !!