સાબરકાંઠા એડિશનલ કલેકટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

આવેદનપત્ર સાબરકાંઠા એડિશનલ કલેકટર સાહેબને આપવામાં આવ્યું મંડળીના કમિટી સભ્ય શ્રીમતી હંસાબેન મુકેશભાઈ પટેલ ને કમિટી સભ્યપદેથી દૂર કરવા બાબત
.ઉપરોક્ત વિષય પરત્વેની આપની મંડળીના સભાસદ શ્રી લક્ષ્મણસિંહ બાલુ સિંહ ચૌહાણ દ્વારા અત્રેની કચેરીમાં રજૂઆત કરી આપની મંડળીના કમિટી સભ્ય શ્રીમતી હંસાબેન મુકેશભાઈ પટેલ મંડળીના પેટાનિયમ તથા ગુજરાત સહકારી અધિનિયમ ૧૯૬૧ તથા ગુજરાત સહકારી મંડળીઓના નિયમો ૧૯૬૫ ની જોગવાઈઓ મુજબ નીચે પ્રમાણેની ગેર લાયકાતો ધરાવતા હોય કમિટી સભ્યપદે હોદ્દો ધારણ કરી શકે નહીં જેથી મંડળીના પેટાનિયમો ની જોગવાઈઓ મુજબ શ્રીમતી હંસાબેન મુકેશભાઈ પટેલને તાત્કાલિક અસરથી કમિટી સભ્ય પદેથી દૂર કરવા રજૂઆત કરેલ હતી અરજદાર શ્રી ની રજૂઆત ના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગરના નિયામક મંડળની ચૂંટણીની તા. ૨૨/૧/૨૦૨૧ના રોજ ના પરિપત્ર મુજબ કમિટી સભ્યો ની યાદી મંગાવવામાં આવેલ જે મુજબ આપના દ્વારા મોકલવામાં આવેલી યાદીમાં પટેલ હંસાબેન મુકેશભાઈનું નામ ન હતું એટલે કે હંસાબેન મુકેશભાઈ પટેલ ૨૦૨૦-૨૧ ના સમયગાળામાં નાની ડેમાઇ મંડળીની કારોબારીમાં સભ્ય ન હતા . આપની મંડળીના ૨૦૨૧-૨૨ ના ઓડિટ મેમા માં વ્યવસ્થાપક કમિટીની યાદીમાં પટેલ હંસાબેન મુકેશભાઈ નું નામ અનુક્રમ નંબર-૭ દર્શાવવામાં આવેલ છે પરંતુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગરની એક બેઠક માટેની પેટા ચૂંટણીમાં તારીખ ૧૬/૬/૨૦૨૨સુધીમાં કાર્યરત કારોબારી સભ્યોની મોકલવામાં આવેલી યાદીમાં પટેલ હંસાબેન મુકેશભાઈ નું નામ ન હતું એટલે તારીખ ૮/૬/૨૦૨૨ ના રોજ હંસાબેન મુકેશભાઈ પટેલ નાની ડેમાઇ મંડળીની કારોબારીમાં સભ્ય નથી પરંતુ હાંસલપુર સેવા મંડળીની કારોબારી સમિતિની યાદીમાં હોવાનું જણાય છે કોઈપણ કારોબારી સભ્ય એક સાથે બે મંડળીમાં રહી શકે નહીં તેથી હંસાબેન પટેલ દ્વારા મંડળીના પેટના નિયમ ૩૮ (૭) ઉલ્લંઘન કરેલ છે હંસાબેન મુકેશભાઈ પટેલ એ તારીખ ૩૦/૫/૨૦૨૩ના રોજ રૂ.૧૬,૦૦૦ નું ઘાસચારા ધિરાણ તા. ૧૨/૧૦/૨૦૨૨ ના રોજ₹૨૦,૦૦૦નું મધ્યમ મુદતનું ધિરાણ અને તા. ૧૯/૬/૨૦૨૩ ના રોજ રૂપિયા ૯૦ હજારની કે.સી.સી નાની ડેમાઇ મંડળી પાસેથી લીધેલ છે હા ધિરાણ માટે તેમની હાંસલપુર સેજા માં આવેલ જમીનો નાની ડેમય મંડળીના તારણમાં મુકેલ છે આમ પેટા કાયદા ૪ (અ) (૧)નો ભંગ થાય છે અરજદારશ્રીએ તેમની રજૂઆતમાં રજૂ કરેલ આધારો મુજબ હંસાબેન પટેલની જમીનના બ્લોક સર્વે નં ૧૩૩ મોજે હાંસલપુરના ૭/૧૨,૮-અ અને નમુના-૬ ના હકપત્રકની નોંધ નં.૩૨૦૪ તથા ૩૨૦૫ રજૂ કરી જણાવ્યા મુજબ આ હંસાબેન પટેલને નાની ડેમાઇ મંડળી દ્વારા જે તે વખતે એટલે કે તારીખ ૧૨/૧૦/૨૦૨૨ ના ધિરાણ આપતી વખતે તેઓની જમીનમાં મંડળી ના પેટાનિયમો તથા બેંકની ધિરાણ નીતિ મુજબ બીજા ની નોંધ કરાવેલ નથી આમ તેઓને પાછળથી કમિટી સભ્યો તરીકે પેટા નિયમની લાયકાત સાબિત કરવા ધિરાણ બતાવવામાં આવેલ હોવાનું જણાય છે આમ મંડળીના પેટાનિયમ ૪૮(૨)(અ) તથા ૪૮(૨)(બ)ની જોગવાઈઓનો ભંગ થાય છે હંસાબેન પટેલ દ્વારા મંડળીમાં આવો એકરાર નામા ની નોંધ નં૩૫૦૫તા. ૧૭/૬/૨૦૨૩ ના રોજ રેવન્યુ રેકર્ડ દાખલ કરાવેલ છે આમ ઉપરોક્ત જોગવાઈઓ મુજબ મંડળીમાં પોતાના સભાસદ તરીકે ના હકો ભોગવી શકે નહીં કારણકે મંડળી દ્વારા ૧૨/૧૦/૨૦૨૨ના રોજ મધ્યમ મુદતનું ધિરાણ કરવામાં આવેલ હોવાની વિગતો આપના દ્વારા રજૂ કરેલ છે વળી હંસાબેન પટેલ દ્વારા ધ હાંસલપુર ગામની સેવા સ.મં.લી.મા ઉપરોક્ત નિયમો મુજબનું એકરારનામુ તા. ૧૭/૬/૨૦૨૩ ના રોજ નોંધ નં.૩૨૦૪ થી રદ કરાવેલ છે. જેથી મંડળીના પેટાનિયમ ૩૮ (૭) ની જોગવાઈ મુજબ કમિટીના સભ્ય નો હોદ્દો ધારણ કરી શકે નહીં અરજદારની રજૂઆત મુજબ રેકર્ડ સાથે ચેડા કરવા બાબતે અગાઉ રજૂ થયેલ દસ્તાવેજી આધારે નાની ડેમાઈ મંડળીના દ્વારા રજૂ કરવામાં આવેલ જેમાં તારીખ ૩૧/૩/૨૦૨૨ ના રોજ હંસાબેન પટેલ દ્વારા નાની ડેમાઈ મંડળીમાં રૂ.૧૫,૦૦૦અનામત થાપણ મૂકવામાં આવેલ હોવાનો જણાવેલ છે સમર્થનમાં રજૂ થયેલ ઓડિટ નોંધ અને ૨૦૨૧-૨૦૨૨ સાથે સામેલ થઈ આપેલ અનામત થાપણ યાદીમાં હંસાબેન પટેલ નું નામ સમાવિષ્ટ નથી વળી રજૂ થયેલ રોજમેળમાં ચેકચાક કરી અનામત તથા પણ ખાતે પટેલ શૈલેષભાઈ શંકરભાઈ નું નામ ચેકી રોજમેળ ના અંતમાં હંસાબેન પટેલ ના નામે રકમ જમા લેવામાં આવેલ છે પરંતુ યાદીમાં પટેલ શૈલેષભાઈ શંકરભાઈના ખાતે રૂ.૧૫,૦૩૬ અનામત થાપણ દર્શાવેલ છે. શ્રીમતી હંસાબેન પટેલ ના એ ધી હાંસલપુર સેવા સ.મં.લી. માં ધિરાણ મેળવતા હોવાનું ત્યારબાદ એટલે કે તા. ૧૯/૬/૨૦૨૩ ના રોજ ધિરાણ અંગે રેવન્યુ રેકર્ડે બીજા નોંધો કરાવેલ હોવાનું જણાયેલ છે જે જોતા આપની મંડળીના મંજૂર થયેલ પેટાનિયમ-૬ (બ) ની જોગવાઈઓ મુજબ મંડળીની વ્ય કમિટીની ચૂંટણીમાં ભાગ લઈ ચૂંટાવાને પાત્ર નથી. હંસાબેન પટેલ દ્વારા ધી હાસલપુર સેવા સ.મં.લી તથા ધી નાની ડેમાઈ સેવા સ.મં.લી એમ બંને મંડળીઓ માંથી ધિરાણ મેળવેલ હોવાનું રેકર્ડે પરથી જણાવી આવેલ છે જે જોતા નાની ડેમાઈ મંડળીના પેટા નિયમ ૩૮(૭) ની જોગવાઈ તેમજ અધિનિયમ હેઠળ ના નિયમોના નિયમ નં.૨૪(એ) મુજબ ગેરલાયકાત સાબિત થાય છે જ્યારે આપની મંડળી ના નિયમ મુજબ તેમજ સભાસદ યાદી મુજબ સભાસદ રજીસ્ટર અનુક્રમ નં. ૨૩ પર દાખલ થયા તા.૧/૨/૨૦૧૨ દાખલ ફી આપ્યા તા.૧/૨/૨૦૧૨ થી પટેલ હંસાબેન મુકેશભાઈ નું નામ દાખલ થયેલ હોવાનું જણાય છે પરંતુ રજૂ થયેલ મંડળીની નોંધણી અંગેની દરખાસ્ત સાથે સામેલ સભાસદ યાદીમાં હંસાબેન મુકેશભાઈ પટેલ નું નામ સભાસદ યાદીમાં સમાવિષ્ટ થયેલું નથી વળી આપને રજૂઆત મુજબ તા.૧/૨/૨૦૧૨ થી હંસાબેન પટેલ મંડળીનું સભ્યપદ ધરાવે છે પરંતુ સદર મંડળીની નોંધણી નં.૩૯૯૩૭ તા.૨૬/૩/૨૦૧૨ થી થી થયેલ છે જેથી જો મંડળીની નોંધણી વખતે હંસાબેન પટેલ મંડળીના સભાસદ હોય તો તેઓનું નામ નોંધણી અંગેની રજૂ કરેલ દરખાસ્ત માં હોવું જોઈએ જે ઉપર જણાવ્યા મુજબ નથી જેથી હંસાબેન મુકેશભાઈ પટેલ ગુજરાત સહકારી મંડળીઓની અધિનિયમ નં.૧૯૬૧ ની કલમ નં-૨૩ ની જોગવાઈઓનો ભંગ થાય છે તેવી રજૂઆત કરેલ છે વધુમાં મંડળીના પેટાનિયમ-૪૮(૨)(અ) તથા ૪૮(૨)(બ) ની જોગવાઈઓ મુજબ ધિરાણ લેતા અગાઉ અધિનિયમની કલમ ૪૯(૧)(એ) તથા (બી) તથા ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમો ના નિયમો -૧૯૬૫ ના નિયમ નં.૨૭ ની જોગવાઈઓ મુજબ ડેકલેરેશન કર્યા વગર પોતાના સભ્ય તરીકેના હકો ભોગવી શકે નહીં જેથી તેઓ કમિટી સભ્ય તરીકેનો હોદ્દો ધારણ શકે નહીં જેથી હંસાબેન મુકેશભાઈ પટેલ મંડળીના પેટાનિયમ મુજબ ગેરલાયકાત ધરાવતા હોવાની રજૂઆત હોય તેમને નિયમોનુસાર મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે ના હોદ્દા પરથી દૂર કરી તેની જાણ કરવા અત્રે જણાવવામાં આવે છે ઉપરોક્ત વિષય સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ



